loader

Breaking News


Home > Gujarat > ગૃહમાં ઢીશુમ ઢીશુમ, કોંગ્રેસનાં ધારાસભ્યો સસ્પેન્ડ કરાયા, જુઓ વિડીઓ


Foto

ગૃહમાં ઢીશુમ ઢીશુમ, કોંગ્રેસનાં ધારાસભ્યો સસ્પેન્ડ કરાયા, જુઓ વિડીઓ

March 14, 2018, 2 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં આજે ભારે ધાંધલ ધમાલ સર્જાઈ હતી. પ્રશ્નોતરી કાળમાં પ્રશ્ન પૂછવાની બાબતે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો છુટાહાથની મારામારી પર ઉતરી આવ્યાં હતા. ભાજપનાં ધારાસભ્ય જગદીશ પંચાલે ગંદી ગાળો આપતા કોંગ્રેસના ધારાસભ્યો ઉશ્કેરાયા હતા. MLA વિક્રમ માડમ પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે તેઓએ માઈક તોડ્યું હતું જો કે વિક્રમ માડમે જણાવ્યું હતું ફૂટેજમાં હું દેખાતો નથી.

સાવરકુંડલાનાં ધારાસભ્ય પ્રતાપ દુધાત અને જગદીશ પંચાલ વચ્ચે પણ છુટ્ટા હાથની મારામારી સર્જાઈ હતી. આ ઉપરાંત પ્રતાપ દુધાત અને અંબરીશ ડેરને પણ આ મુદ્દે અધ્યક્ષ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા,. જો કે ભાજપનાં ધારાસભ્યો પણ દોષિત હોવા છતાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં નથી. વધુમાં હર્ષ સંઘવીએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.