loader

Breaking News


Home > Health > પીવાનાં પાણીને કેવી રીતે શુદ્ધ કરી શકાય, જાણો


Foto

પીવાનાં પાણીને કેવી રીતે શુદ્ધ કરી શકાય, જાણો

May 30, 2018, 12:19 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : અશુદ્ધ પાણીને પીવા યોગ્ય કરવા તેમાંથી અશુદ્ધિઓ દૂર કરવાની જરુર પડે છે. પાણીને શુધ્ધ કેવી રીતે કરવું તે અશુધ્ધિના પ્રકાર પર આધાર રાખે છે. પીવાનું પાણી શુધ્ધ કરવાની અને તેને શુધ્ધ રાખવાની કેટલીક સરળ ને બીનખર્ચાળ રીતો છે. તે સહેલાઇથી અજમાવી શકાય તેવી છે.



શક્ય હોય તો પીવાનું પાણી તાંબાના વાસણમાં રાખો. આપણે ત્યાં પ્રાચીન કાળમાં આવો રિવાજ હતો.તાંબાના વાસણમાં પાણી જીવાણુમુક્ત અને વધુ આરોગ્યપ્રદ બની રહે છે. ડહોળું પાણી ફટકડી વડે સ્વચ્છ કરી શકાય છે. ફુલાવેલી ફટકડીને કપડાની એક પોટલીમાં બાંધી, પાણીમાં થોડી વાર હલાવવાથી કેટલાંક પ્રકારની અશુદ્ધિઓ વાસણમાં નીચે બેસી જાય છે. તે પછી પાણીને ગાળીને ઉપયોગમાં લઇ શકાય છે.

પીવાલાયક પાણી માટે આ છે સૌથી સરળ ઉપાયો...

પાણી ભરવાના વાસણોને સારી રીતે સાફ કરો. કોઇ ગંદકી ભળે નહીં તેવા સ્થાનેથી પાણી ભરો. પાણીને ઉકાળી, ઠારી, સારી રીતે ગાળી લો. સ્વચ્છ પાણીને સ્વચ્છ પાત્રમાં ઢાંકણથી ઢાંકી દો. પીવાનાં પાણીમાં હાથ ઝબોળીને ગ્લાસનાં ભરો. સૂર્યશક્તિથી પીવાનું જળ શુધ્ધ કરી શકાય. બે થી ત્રણ લીટર પાણી સમાય એવડા કાચનાં કે પ્લાસ્ટિકની શીશી લો. શીશીનાં અડધા ભાગને કાળા રંગથી રંગી દો. ત્યારબાદ શીશીમાં ચોખ્ખું પાણી ભરીને તેનું ઢાંકણ ખૂબ સારી રીતે બંધ કરી દો. પાણી ભરેલા આ શીશીને ધાબામાં કે આંગણામાં પાંચ-છ કલાક તડકામાં મૂકી રાખો. રંગ ભરેલો ભાગ નીચે રહે તેની કાળજી રાખો. આમ કરવાથી સૂર્યનાં કિરણો વડે પાણી ચોખ્ખું અને જંતુરહિત બને છે. પીવાનું પાણી શુધ્ધ કરવાની આ તદ્દન સરળ ને બીનખર્ચાળ રીત છે. પાંચ-છ કલાક બાદ પાણી ગાળીને ઠાર્યા બાદ ઉપયોગમાં લઇ શકાય. વનસ્પતિથી પણ પીવાનું જળ શુધ્ધ કરી શકાય. સરગવાની સૂકી શીંગોમાંથી બીજ કાઢીને સાચવી લો. સંગ્રહાયેલા પાણીને પીવાલાયક બનાવવા માટે એક લીટર પાણીએ સરગવાનું એક બીજ ને તુલસીનાં ૩-૪ પાન જરા પીસીને કપડાની પોટલીમાં નાખી તેને થોડી વાર પાણીમાં રહેવા દો. આમ કરવાથી પાણી શુધ્ધ, ને જંતુરહિત થઇ પીવાલાયક બને છે. બજારમાં મળતાં પાણી શુધ્ધ કરવાના મોંઘા યંત્રોને બદલે શક્ય હોય તો આપણે પાણી શુધ્ધ કરવાની આ સરળ ને સસ્તી રીતો અપનાવી શકાય.