loader

Breaking News


Home > Bollywood > આલિયા અને રણબીરનાં સંબંધો વિશે આ શું બોલી ગયા રિશી કપૂર


Foto

આલિયા અને રણબીરનાં સંબંધો વિશે આ શું બોલી ગયા રિશી કપૂર

July 24, 2018, 8:47 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : છેલ્લા કેટલાક સમયથી આલિયા અને રણબીર વચ્ચે અફેર્સની ચર્ચાએ જોર પકડ્યુ છે. હાલમાં આલિયા અને રણબીર ફિલ્મ બ્રહ્માસ્ત્રનાં શૂટીંગ શેડ્યુલમાં વ્યસ્ત છે. બીજી તરફ બંન્નેની ફેમિલી પણ નિકટ આવી હોવાનું સામે આવી રહ્યુ છે. જો કે રણબીર આલિયાનાં સંબંધો વિશે રિશી કપૂરનું એક મોટુ નિવેદન સામે આવ્યુ છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ કે, રણબીર અને આલીયાનાં સંબંધોમાં જે છે એ કોઇથી સંતાયેલુ નથી.



બોલીવુડમાં કપૂર પરિવાર સાથે સંબંધો બાંધવામાં સૌ કોઇ આગળ રહે છે. સુત્રોનાં જણાવ્યાં મુજબ ભટ્ટ પરિવાર કપૂર પરિવાર સાથે વધુને વધુ સંપર્કમાં હોય તેવુ સામે આવ્યુ છે. જો કે આ મુદ્દે ભટ્ટ પરિવાર કોઇ નિવેદન આપતા બચી રહ્યા છે પરંતુ રિશી કપૂરે એક ઇંટરવ્યૂ દરમિયાન પોતાના દિકરા રણબીર માટે કહ્યુ કે, મારા લગ્ન 27 વર્ષની ઉંમરે થઇ ગયા હતા અને હાલમાં રણબીર 35 વર્ષનો થઇ ગયો છે. હવે તેણે પોતાના લગ્ન વિશે જરૂર વિચારવું જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું કે, હુ અને મારી પત્નિ નીતુ, રણબીરનાં લગ્ન અંગે ઘણીવાર ચર્ચા કરી ચુક્યા છે. અમે બંન્ને દુનિયાથી વિદાય લેતા પહેલા પૌત્ર અને પૌત્રીઓ સાથે રમવા માંગીએ છીએ. સુત્રોનાં જણાવ્યાં મુજબ રણબીર કપૂર અને આલીયા ભટ્ટ આવતા વર્ષે લગ્નનાં પવિત્ર સંબંધમાં બંધાશે તેવી સંભાવનાઓ દેખાઇ રહી છે.