loader

Breaking News


Home > Gujarat > દારૂની ખેપ મારવા એચ.પી. ગેસનાં ટ્રકનો કરાયો ઉપયોગ


Foto

દારૂની ખેપ મારવા એચ.પી. ગેસનાં ટ્રકનો કરાયો ઉપયોગ

Jan. 22, 2018, 6:46 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : ગુજરાતમાં દિવસેને દિવસે દારૂ પીતા લોકોમાં વધારો થઇ રહ્યો છે. દારૂ પીતા લોકો માટે બુટલેગરો કોઇ ખાસ જગ્યાથી દારૂની ખેપ મારતા હોય છે. પરંતુ ઘણીવાર તે ખેપ મારતા પકડાઇ જતા હોય છે. તેવો જ એક કિસ્સો ગાંધીનગર ખાતે બન્યો છે. ગાંધીનગરનાં સરઢવમાં આવેલ એચ.પી.ગેસની કંપનીનાં ટ્રકમાં દારૂની હેરાફેરીનો મામલો સામે આવ્યો છે.



ગાંધીનગરનાં સરઢવ ખાતે એચ.પી. ગેસની કંપની આવેલ છે, જ્યાથી ગેસનાં બાટલા ભરીને એચ.પી. ગેસની ટ્રકો નીકળતી હોય છે. પેથાપુર પોલીસે મળેલ બાતમી મુજબ આદરજ રેલ્વે ફાટક પાસે ભારે વાહનોની ચકાસણી શરૂ કરી હતી. ત્યારે તે રસ્તેથી નીકળેલ એચ.પી. ગેસની ટ્રકની પોલીસે તપાસ કરી હતી. આ તપાસમાં પોલીસનાં હસ્તે ગેસનાં બાટલાઓ સાથે દારૂની બોટલો પણ મળી આવી હતી. પોલીસે તુરંત જ ગેસનાં બાટલાઓની ઓથમાં દારૂની બોટલો લઇ જતા સાત શખ્સોની ધરપકડ કરીને ગુનાની તપાસ હાથ ધરી હતી.