loader

Breaking News


Home > Bollywood > રિતિકને લઇ નવી ફિલ્મની ટુંકમાં જાહેરાત થઇ શકે છે


Foto

રિતિકને લઇ નવી ફિલ્મની ટુંકમાં જાહેરાત થઇ શકે છે

Aug. 2, 2017, 5:32 p.m.
      Whatsapp   

બોલિવુડના લોકપ્રિય સુપરસ્ટાર રિતિક રોશન હવે પોતાની આત્મકથા લખવાને લઇને ઉત્સુક છે. જા આભાર - નિહારીકા રવિયા કે હાલમાં આ આત્મકથા ક્યારે લખાશે તે અંગે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. ટુંક સમયમાં જ આની જાહેરાત કરવામા ંઆવી શકે છે. રિતિક રોશને કહ્યુ છે કે તે લખવાની વધારે કુશળતા ધરાવતો નથી પરંતુ ટુંક સમયમાં જ બાયોગ્રાફી લખવાની શરૂઆત કરનાર છે. હાલમાં આત્મકથા લખવાનો ક્રેઝ ચાલી રહ્યો છે. રિતિક રોશને કહ્યુ છે કે તે છેલ્લા કેટલાક સમયથી આ પાસા પર વિચારણા કરી રહ્યો છે પરંતુ તે કોઇ રાઇટર નથી જેથી આગળ વધી શક્યો નથી. ફિલ્મ કાબિલના સ્ટાર અભિનેતા રિતિક રોશને કહ્યુ છે કે પિતા રાકેશ રોશનની જેમ તે હાલમાં નિર્દેશનના ક્ષેત્રમાં પણ પડવા માંગતો નથી. રિતિક માને છે કે નિર્દેશન કરતા પહેલા તે હજુ કેટલાક વર્ષો સુધી ફિલ્મમાં અભિનય કરવાની યોજના ધરાવે છે. જા કે લાંબા ગાળે તે ફિલ્મ નિર્માણમાં ઉતરવા માટે તૈયાર છે. રિતિકની ગણતરી બોલિવુડના સૌથી લોકપ્રિય સ્ટાર પૈકી એક તરીકે થાય છે. તેની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર સતત ધુમ મચાવી રહી છે. છેલ્લી કાબિલ ફિલ્મ પણ રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી.

રિતિક રોશન હવે કેટલાક નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. જેના મામલે વધારે જાહેરાત કરાઇ નથી. પરંતુ ટુંક સમયમાં આની જાહેરાત કરવામાં આવનાર છે. રિતિક રોશન ક્રિશની નવી ફિલ્મ પર હવે કામ શરૂ કરનાર છે. રાકેશ રોશન દ્વારા હાલમાં નવા પ્રોજેક્ટના સંબંધમાં કોઇ વિગત જાહેર કરવામાં આવી નથી પરંતુ આના માટેના સંકેત કેટલીક વખત મળી ચુક્યા છે.