loader

Breaking News


Home > Bollywood > ઋત્વિક રોશનની ફિલ્મ સુપર-30નું પોસ્ટર રીલીઝ


Foto

ઋત્વિક રોશનની ફિલ્મ સુપર-30નું પોસ્ટર રીલીઝ

Sept. 5, 2018, 12:38 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : આજે ટીચર્સ ડેનાં દિવસે ઋત્વિક રોશનની આવનારી ફિલ્મ સુપર-30નું પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યુ. પોસ્ટરમાં ઋત્વિકનો લુક ઘણો પ્રભાવશાળી દેખાય છે. ફિલ્મનાં પોસ્ટરને ફેન્ટમ ફિલ્મે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યુ છે.



સુપર-30 ફિલ્મનાં એક પોસ્ટરમાં લખવામાં આવ્યુ છે કે ‘અબ રાજા કા બેટા રાજા નહી બનેગા’. જ્યારે બીજા પોસ્ટરમાં લખવામાં આવ્યુ છે કે ‘વક્ત બદલને વાલા હૈ’. ઋત્વિક રોશનની સુપર-30 ફિલ્મની લોકો છેલ્લા ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા. ફિલ્મમાં આનંદનાં જીવનની શરૂઆત, સંઘર્ષ અને ત્યારબાદ ખ્યાતિ બતાવવામાં આવી છે.

ફિલ્મનું શૂટીંગ છેલ્લા એક વર્ષથી રાજસ્થાન અને વારાણસી સહિતનાં દેશનાં અન્ય ભાગોમાં ચાલી રહ્યુ છે. સુપર-30 ફિલ્મ પડદા પર આવવામાં હજી ઘણીવાર છે. જો કે પોસ્ટરમાં ઋત્વિકનાં લુકને જોતા ફિલ્મમાં તેના દ્વારા કરવામાં આવેલી મહેનત પણ છલકાઇ રહી છે.