loader

Breaking News


Home > Gujarat > ઉત્તર ભારતીયો પર હુમલા મુદ્દે માનવઅધિકાર આયોગે સરકારને ફટકારી નોટિસ


Foto

ઉત્તર ભારતીયો પર હુમલા મુદ્દે માનવઅધિકાર આયોગે સરકારને ફટકારી નોટિસ

Oct. 11, 2018, 9:53 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાતમાંથી ઉત્તર ભારતીયોના પલાયનને લઈને માનવ અધિકાર આયોગે ચીફ સેક્રેટરી અને ડીજીપીને નોટિસ ફટકારી છે. ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર હુમલા કરવામાં આવી રહ્યા છે અને તેમને ડરાવવા - ધમકાવવામાં આવે છે. ઉત્તર ભારતીયો સાથે અનેક સ્થળોએ મારપીટ અને હુમલાની ઘટનાઓ બાદ માનવ અધિકાર આયોગે આ નોટિસ જાહેર કરી છે.

ગુજરાતનાં ચીફ સેક્રેટરી જેએન સિંહ અને ડીજીપી શિવાનંદ ઝા ઉપરાંત અમદાવાદ પોલીસ કમિશ્નરને પણ નોટિસ ફટકારવામાં આવી છે. આ મુદ્દે આયોગે તેમને 20 દિવસની અંદર પોતાનો રિપોર્ટ આપવાનો કહ્યો છે. ગુજરાત માનવઅધિકાર આયોગના અધ્યક્ષ અભિલાષા કુમારીએ જણાવ્યું હતું કે રાજ્યમાં પરપ્રાંતીઓ પર હુમલામુદ્દે ચીફ સેક્રેટરી,ડીજીપી અને અમદાવાદ પોલીસ કમિશ્નરને નોટિસ ફટકારીને પૂછવામાં આવ્યું છે કે આ હિંસાને રોકવા માટે કેવા પગલાં ઉઠાવવા આવ્યા છે. તેઓએ કહ્યું હતું કે રિપોર્ટ આવ્યા બાદ આગળ કાર્યવાહી કરવામાં આવશે.