loader

Breaking News


Home > Gujarat > કઠુઆ કાંડનો અમદાવાદમાં જોરદાર વિરોધ, દરિયાપુરમાં સેંકડો લોકો રોડ પર ઉતર્યા.


Foto

કઠુઆ કાંડનો અમદાવાદમાં જોરદાર વિરોધ, દરિયાપુરમાં સેંકડો લોકો રોડ પર ઉતર્યા.

April 16, 2018, 1:55 p.m.
      Whatsapp   

માનવમિત્ર,અમદાવાદ:કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની બાળકીની બળાત્કાર બાદ હત્યાના પગલે દેશભરમાં ભારે વિરોધ સર્જાયો છે. દેશભરમાં તે ઘટનાનાં વિરોધમાં ખુબ જ હોબાળો-પ્રદર્શનો થઈ રહ્યાં છે. અમદાવાદના દરિયાપુર સહિતના જુદા જુદા વિસ્તારોમાં રવિવારે જોરદાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં વિવિધ શાળાઓના 700 થી વધુ બાળકો અને સેંકડોની સંખ્યામાં લોકો પ્લે કાર્ડ સાથે રોડ પર ઉતર્યા હતા. અને આ કાંડના દોષિતોને કડકમાં કડક સજા થાય તેની ઉગ્ર માંગણી કરી હતી.