loader

Breaking News


Home > Gujarat > કલોલ કોર્ટમાં ભરણપોષણ ભરવાં પતિ પચાસ હજારનાં સિક્કા લઇને આવ્યો, જાણો વિગત


Foto

કલોલ કોર્ટમાં ભરણપોષણ ભરવાં પતિ પચાસ હજારનાં સિક્કા લઇને આવ્યો, જાણો વિગત

Sept. 6, 2018, 11:27 a.m.
      Whatsapp   

માનવમિત્ર, કલોલ :કલોલ કોર્ટમાં શનિવારે એક આશ્ચર્યજનક ઘણા બની ગઈ. પોતાની પત્નીના ભરપોષણની રકમ ચૂકવવા આવેલ પતિ પચાસ હજાર રૂપિયાના સિક્કા લઈને આવતા વકીલો સહીત કોર્ટ કર્મચારીઓ ધંધે લાગ્યા હતા. મૂળ વિરમગામનાં વતની એવા ભાવેશ ખત્રી સામે તેની પત્નીએ ભરણપોષણનો દાવો કરેલ જે તેણે ચુકવ્યો નહોતો. આ કારણે પોલીસ જપ્તી વોરંટીથી લઈને આવી હતી અને કોર્ટમાં હાજર કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આ રકમ ગણવા માટે બે વકીલો તેમજ કોર્ટ કર્મચારીઓ સહીત સાત લોકો કામે લાગ્યાં હતા. વધુમાં ગણતરી કર્યા બાદ આ રકમ બેંકમાં ભરવા જતા કામકાજનો સમય પૂરો થઇ ગયો હોવાનું જણાવીને બેંકે જમા રકમ લેવાની મનાઈ કરી દીધી હતી જેને કારણે આ રકમ કોર્ટની તિજોરીમાં મુકવાનું નક્કી કર્યું હતું પરંતુ આ રકમ કોર્ટની તિજોરીમાં પણ ના સમાતાં ભારે મૂંઝવણની સ્થિતિ પેદા થઇ હતી.