loader

Breaking News


Home > Gujarat > પતિ પત્ની ઔર વો : પતિ વિદેશી યુવતી સાથે રંગરલીયાં માણતાં ઝડપાયો, સમગ્ર મામલો પોલીસ સ્ટેશને


Foto

પતિ પત્ની ઔર વો : પતિ વિદેશી યુવતી સાથે રંગરલીયાં માણતાં ઝડપાયો, સમગ્ર મામલો પોલીસ સ્ટેશને

May 30, 2018, 12:53 p.m.
      Whatsapp   

માનવમિત્ર,અમદાવાદ: શિવરંજની ખાતે આવેલા પોતાના ઘરમાં જ વિદેશી યુવતીની સાથે રંગરેલિયા માણી રહેલા ઉદ્યોગપતિને ભારે પડ્યું, પત્નીએ તેનો પીછો કરી રંગેહાથે ઝડપી પાડતા ચકચાર મચી ગઈ આ મામલે પત્નીએ પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર મામલો પોલીસે મથકે પહોચ્યો છે.પોલીસે પણ પતિ સામે ગુનો દાખલ કરીને તેની સામે કાર્યવાહી શરુ કરી દીધી છે.

અંતે નોધનીય છે કે, દંપતીનાં ૨ વર્ષ પહેલાં જ લગ્ન થયાં હતાં, પતિ અમદાવાદમાં મોટો વ્યાપારી છે. આ પહેલાં બંને ૧૦ વર્ષ સુધી લીવ ઈનમાં રહ્યા હતાં.બંનેને એક વર્ષનું બાળક પણ છે. લગ્ન પછી સતત બને વચ્ચે અણબનાવ, ઝઘડાં, મારપીટને કારણે પત્ની છેલ્લાં ૪ મહિનાથી પતિથી અલગ રહેતી હતી. પત્નીનાં જણાવ્યાં મુજબ પતિ છેલ્લાં ચાર વર્ષથી થાઈલેન્ડની એક યુવતી સાથે સંપર્કમાં આવતાં તેનું દાંપત્યજીવન ડોલવાયું હતું.છેલ્લાં ચાર વર્ષથી પતિનાં તે થાઈલેન્ડની યુવતી સાથેનાં સંબંધો ચાલું હતાં.

મહિલાએ એવો પણ આક્ષેપ લગાવ્યો કે થાઈલેન્ડની યુવતી સાથેનાં સંબંધો તોડવાની વાત કરતાં, પતિ તેનાં બાળકને મારી નાખવાની ધમકી આપતો હતો. જેનાથી પત્ની અલગ રહેવાં ચાલી ગઈ હતી.

ગઈકાલે મહિલાએ શિવરંજની સ્થિત પોતાનાં નિવાસસ્થાને વિદેશી યુવતી સાથે રંગરલીયા માણી રહેલાં પતિને પોલીસ સાથે ઝડપી લીધો હતો. હાલમાં બંને પોલીસ કસ્ટડીમાં છે.પોલીસે પતિ સામે ગુનો નોધી દીધો છે.આરોપીએ પોતાની પત્ની હોવા છતાં અન્ય મહિલા સાથે પકડાઈ જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.