loader

Breaking News


Home > Gujarat > હુ ભગવાન વિષ્ણુંનો કલ્કિ અવતાર છુ કહી અધિકારીએ આપ્યો કારણ દર્શક નોટીસનો જવાબ


Foto

હુ ભગવાન વિષ્ણુંનો કલ્કિ અવતાર છુ કહી અધિકારીએ આપ્યો કારણ દર્શક નોટીસનો જવાબ

May 19, 2018, 11:06 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : ભારત એક એવો દેશ છે જ્યા તમને ધર્મનાં નામ પર ઢોંગ કરતા ઘણા દેખવા મળી જશે. તેવો જ એક ઢોંગી સામે આવ્યો છે જે પોતે ભગવાન વિષ્ણુંનો 10મો કલ્કિ અવતાર હોવાનું કહી રહ્યો છે. આ શખ્શ વડોદરાનાં સરદાર સરોવર નિગમની કચેરીનો અધિક્ષક ઇજનેર છે. જેનું નામ રમેશચંન્દ્ર ફેફર છે.



સમગ્ર બાબત ત્યારે સામે આવી જ્યારે તે ફરજ પર મહિનાઓ સુધી ન જતા તેને ઓફિસમાંથી રજા કેમ પાડવામાં આવી તેની કારણ બતાઉ નોટીસ મળી, જેમાં તેણે કારણ બતાવ્યુ હતુ કે, હુ ભગવાન વિષ્ણુંનો દસમો અવતાર કલ્કિ છુ, વિશ્વનાં લોકોની અંતરાત્માને બદલવા હુ ઘણા સમયથી તપસ્યા કરી રહ્યો છુ. તેટલુ જ નહી તેણે વિશેષ તહ લખ્યુ કે, મારી તપસ્યાનું જ પરિણામ છે કે દેશમાં સારો વરસાદ પડ્યો છે. ફેફરે મીડિયા સમક્ષ જણાવ્યું હતુ કે, હુ ભગવાન વિષ્ણુંનો દસમો અવતાર છું અને આ બાબત હુ આવતા સમયમાં સાબિત કરી બતાવીશ. ફેફરે વધુમાં જમાવ્યું કે, 2010માં મને થવા લાગ્યુ કે મારામાં કોઇ ખાસ વાત છે. તે સમયથી મારી પાસે દિવ્ય શક્તિ છે. જો કે સોશિયલ મીડિયામાં લોકોએ તેને એક ઢોંગી બતાવ્યો છે અને સાથે તેના વિશે અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો છે.