loader

Breaking News


Home > National > હું સેવક છું અને તમે મારા માલિક એટલે પળેપળનો હિસાબ આપીશ : PM મોદી


Foto

હું સેવક છું અને તમે મારા માલિક એટલે પળેપળનો હિસાબ આપીશ : PM મોદી

Sept. 18, 2018, 2:13 p.m.
      Whatsapp   

માનવમિત્ર, વારાણસી : વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભલે હું વડાપ્રધાન હોઉં પરંતુ એક સાંસદની રીતે ચાર વર્ષના કામોનો હિસાબ આપીશ. હું બનારસની જનતાને પળેપળ અને પાઇપાઇનો હિસાબ આપીશ. મોદીએ જણાવ્યું હતું કે આપણે પુરા સમર્થનથી બનારસમાં થઇ રહી રહેલા પરિવર્તનના આ સંકલ્પને વધુ મજબૂત કરે. નવા કાશી, નવા ભારતના નિર્માણમાં આગળ આવીને પોતાનું યોગદાન પૂરું પાડે.

વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, કાશી આજે આરોગ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવી છે. બી.એચ.યુ. માં આધુનિક ટ્રોમા કેન્દ્ર હજારો લોકોના જીવન બચાવવા માટે કામ કરી રહ્યું છે. નવા કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ લોકોને સારવાર માટે આધુનિક સુવિધાઓ આપશે. બી.એચ.યુ. એ વર્લ્ડ ક્લાસ હેલ્થ ઇન્સ્ટિટ્યુટ બનાવવા માટે એમ્સ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. હવે દર્દીઓને સારવાર માટે મોટા શહેરોમાં લઇ જવાની જરૂર નથી.