loader

Breaking News


Home > Bollywood > હુ રણબીર કપૂર સાથે કામ કરવા તૈયાર છુઃ કરીના કપૂર


Foto

હુ રણબીર કપૂર સાથે કામ કરવા તૈયાર છુઃ કરીના કપૂર

July 11, 2018, 1:22 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કરીના કપૂર અને તેના કજિન રણબીર કપૂર વચ્ચે ખુબ સારા પરિવારિક સંબંધ રહેલા છે. બન્ને વચ્ચે ભાઇ બહેનનાં પ્રેમને જોઇ શકાય છે. કરીના કપૂરે કેટલીક વખત કહ્યુ છે કે તે રણબીર કપૂર સાથે કામ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.







કરીના ચોક્કસપણે માને છે કે હાલનાં સમયમાં બોલિવુડમાં રણબીર કપૂર બેસ્ટ એક્ટર તરીકે છે. તે પોતાની એક્ટિંગ કુશળતા સતત સાબિત કરી રહ્યો છે. રણબીર કપૂર સાથે તે ખુબ પ્રોટેક્ટિવ અનુભવ કરે છે. રણબીર કપૂર અને કરીના કપૂરનાં ચાહકો પણ બન્નેને એક સાથે જોવા માટે તૈયાર છે. કરીના કપૂરે હાલમાં જ કહ્યુ હતુ કે તે રણબીર કપૂર સાથે કામ કરવા માટે તૈયાર છે. હાલમાં જ એક ઇવેન્ટ દરમિયાન કરીના કપૂરને જ્યારે વાત કરવામાં આવી ત્યારે કરીના એ કહ્યુ હતુ કે તે રણબીર કપૂરથી એક્ટિંગને લઇને ખુબ પ્રભાવિત રહી છે. કરીના કપૂર પોતે છેલ્લા કેટલાક સમયથી બોલિવુડમાં સક્રિય રહી નથી. હાલમાં તે કેટલીક ફિલ્મોમા પણ કામ કરી રહી છે. તેની આવનાર ફિલ્મમાં યુવા સ્ટાર સામેલ છે. કરીના કપૂર બોલિવુડમાં એક સમય નંબર વન સ્ટાર તરીકે હતી. તેની તમામ મોટી ફિલ્મો રજૂ થઇ હતી.