loader

Breaking News


Home > Bollywood > ફિલ્મમાં સેક્સી રોલ કરવામાં મને કોઇ વાંધો નથી : રાધિકા આપ્ટે


Foto

ફિલ્મમાં સેક્સી રોલ કરવામાં મને કોઇ વાંધો નથી : રાધિકા આપ્ટે

Aug. 20, 2018, 12:44 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પોતાની ભૂમિકા માટે હમેંશા ચાહકો અને ટિકાકારો તરફથી પ્રશંસા મેળવી લેનાર અભિનેત્રી રાધિકા આપ્ટેને સેક્સી ભૂમિકાને લઇને કોઇ વાંધો નથી. તે હવે ભાવેશ જોશી નામની પોતાની ફિલ્મને લઇને ભારે ઉત્સુક દેખાઇ રહી છે.



આ ફિલ્મ એક શક્તિશાળી ગુજરાતી વ્યક્તિ પર આધારિત છે. ફિલ્મમાં હર્ષવર્ધનની મુખ્ય ભૂમિકા દેખાઇ રહી છે. બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે રહેલી અભિનેત્રી રાધિકા આપ્ટે પોતાની છાપને બદલી નાંખવા માટે ઇચ્છુક છે. તે યાદગાર ભૂમિકા કરવા માંગે છે.

થોડાક સમય પહેલા તે સુપરસ્ટાર રજનિકાંતની સાથે કબાલી ફિલ્મમાં નજરે પડી હતી. રાધિકા આપ્ટેએ કહ્યુ છે કે, તે નવી નવી બોલિવુડમાં પ્રવેશ કરી રહેલી અભિનેત્રીઓને લઇને બિલકુલ અસલામત અનુભવ કરતી નથી. તેની પાસે અનેક ફિલ્મોની ઓફર આવી રહી છે. જો કે તે અન્યોની જેમ ઉતાવળમા કોઇ રોલ કરવા માંગતી નથી. તે પોતાની ફિલ્મોમાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધવા માંગે છે.