loader

Breaking News


Home > National > કેન્દ્રનાં ઈશારે મને એઈમ્સમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવ્યો, લાલુપ્રસાદ યાદવે લગાવ્યા ગંભીર આક્ષેપ


Foto

કેન્દ્રનાં ઈશારે મને એઈમ્સમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવ્યો, લાલુપ્રસાદ યાદવે લગાવ્યા ગંભીર આક્ષેપ

May 1, 2018, 10:59 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : રાજદ પ્રમુખ લાલુપ્રસાદ યાદવને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. લાલુપ્રસાદને રજા આપી દેવામાં આવતા રાજકીય ક્ષેત્રે ભૂકંપ આવી ગયો છે. લાલુ યાદવ સહીત ઘણી વિપક્ષી પાર્ટીઓએ આક્ષેપ કર્યો છે કે કેન્દ્ર સરકારનાં ઈશારા પર તેમને જાણીજોઇને તેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે હજુ તેમનો ઈલાજ પૂરો થયો નથી.

એઈમ્સમાંથી ડીસ્ચાર્જ થયા બાદ આજે સવારે લાલુપ્રસાદ યાદવ રાંચી પહોંચ્યા હતા. તેઓ રાંચી જેલમાં ચારા ઘોટાળા કેસમાં સજા કાપી રહ્યા છે ત્યાંથી તેઓની તબિયત ખરાબ થતાં પહેલા તેમને રીમ્સ અને ત્યારબાદ દિલ્હી ખાતે આવેલ એઈમ્સમાં ખસેડવામાં આવ્યાં હતા. જો કે હવે તેમને ફરીથી રીમ્સમાં દાખલ કરવામાં આવ્યાં છે.

લાલુપ્રસાદ યાદવે આરોપ લગાવ્યો હતો કે હજુ તેમની ફક્ત ૨૫ ટકા ટ્રીટમેન્ટ જ થઇ છે. જયારે હું રાંચી માટે રવાના થયો ત્યારે પણ ટ્રેનમાં કોઈ ડોક્ટર ઉપલબ્ધ કરાવવામાં નહોતો આવ્યો. રાહુલ ગાંધી સાથેની મુલાકાત અંગે લાલુ યાદવે જણાવ્યું હતું કે તેમને મેં મારા આરોગ્ય વિશે જણાવ્યું તેમજ તેઓને સલાહ આપી હતી કે તેઓ અન્ય પક્ષોના નેતાઓ સાથે પણ સતત મુલાકાત કરતાં રહે.