loader

Breaking News


Home > Sports > હુ મરતા પહેલા ધોનીનો વર્ડ કપ ફાઇનલનો છક્કો જોવા માગીશઃ સુનિલ ગાવાસ્કર


Foto

હુ મરતા પહેલા ધોનીનો વર્ડ કપ ફાઇનલનો છક્કો જોવા માગીશઃ સુનિલ ગાવાસ્કર

Feb. 13, 2018, 6:46 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમનો સૌથી સફળ કેપ્ટન એમ.એસ.ધોની જેના વિશે ક્રિકેટનાં દિગ્ગજો ખુબ વખાણ કરી ચુક્યા છે. પરંતુ શું તમે જાણો છો ભૂતપૂર્વ ક્રિકેટર સુનિલ ગાવાસ્કરે શું કહ્યુ હતુ ધોની વિશે.? તેમણે ટીમનાં સૌથી સફળ કેપ્ટનનાં વખાણ કર્યા હતા અને કહ્યુ હતુ કે, હુ મરતા પહેલા ધોનીનો વર્ડ કપ ફાઇનલનો છક્કો જોવા માગીશ.




ભારતીય ટીમમાં ધોની એક માત્ર વિકેટકીપર કેપ્ટન છે જેણે સફળતાની આ ઉચાઇને મેળવી છે. તાજેતરમાં વિરાટ કોહલી ટીમનો કેપ્ટન છે અને ધોની એક વિકેટકીપર બેટ્સમેનની ભૂમિકામાં ટીમમાં છે પરંતુ આજે પણ તમે તેને મેદાન પર કેપ્ટનશીપ કરતા જોઇ શકો છો. ભારતે ધોનીની કેપ્ટનશીપમાં ઘણી સીરીઝમાં જીત મેળવી છે, તેમાં સૌથી યાદગાર 2011નો વર્ડ કપ રહ્યો હતો. જેમાં ધોનીએ તોફાની બેટિંગ કરી ટીમ ઇંન્ડિયાને છક્કા સાથે જીત અપાવી હતી. ધોનીનાં આ છક્કાને ભારતનાં દરેક લોકો આજે પણ યાદ કરે છે. ભારતનાં ભૂતપૂર્વ ખેલાડી સુનિલ ગાવાસ્કરે તો ત્યાં સુધી કહી દીધુ કે હુ મરતા પહેલા ધોનીનો વર્ડ કપ ફાઇનલનો છક્કો જોવા માગીશ.