loader

Breaking News


Home > Sports > ગ્રાઉંડમાં બાંગ્લાદેશ ટીમે કર્યુ શર્મનાક વર્તણુંક, ખેલાડીઓએ કરી ડ્રેસીંગ રૂમમાં તોડફોડ


Foto

ગ્રાઉંડમાં બાંગ્લાદેશ ટીમે કર્યુ શર્મનાક વર્તણુંક, ખેલાડીઓએ કરી ડ્રેસીંગ રૂમમાં તોડફોડ

March 17, 2018, 7:16 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : નિદાહાસા ટ્રોફીમાં રમાયેલી શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની સેમિફાઇનલ મેચમાં બેટ અને બોલ સાથે શાંબ્દિક યુદ્ધ પણ જોવા મળ્યુ હતુ. શુક્રવારે નિદાહાસા ટ્રોફીની સેમિફાઇનલમાં બાંગ્લાદેશનાં ખેલાડીઓ દ્વારા કરવામાં આવેલા વર્તન પર આઇસીસીએ સજા ફટકારી છે. આ મેચ દરમિયાન શ્રીલંકા અને બાંગ્લાદેશનાં ખેલાડીઓએ મેદાનમાં કરેલા વર્તન બાદ હવે નવો મામલો સામે આવી રહ્યો છે. સુત્રોનાં જણાવ્યાં મુજબ પ્રેમાદાસા સ્ટેડિયમમાં બાંગ્લાદેશી ખેલાડીઓએ ડ્રેસીંગ રૂમનાં કાચ તોડ્યા હતા. 




આ પહેલા બંન્ને ટીમનાં ખેલાડીઓએ જેન્ટલમેન ગેમ કહેવાતી ક્રિકેટ મેચને શર્મશાર કરી હતી. બંન્ને ટીમનાં ખેલાડીઓ મેચનાં આખરી ઓવરમાં એકબીજા સાથે ઝઘડતા દેખાયા હતા, ત્યારે ગ્રાઉન્ડની બહારથી બાંગ્લાદેશનાં કેપ્ટન શાકિબ અલ હસને બાંગ્લાદેશી બંન્ને બેટ્સમેનોને મેચ બંધ કરી બહાર બુલાવ્યા હતા. જો કે ઘણી સમજાવટ બાદ મેચને ફરી શરૂ કારાઇ હતી. આ મેચમાં બાંગ્લાદેશે રોમાંચિત વિજય મેળવી સર્પ ડાંસ કર્યો હતો. જો કે મેદાનમાં થયેલા ઝઘડાને પૂરી દુનિયાએ જોયો હતો. પરંતુ આ વિવાદને વેગ ડ્રેસીંગ રૂમમાં મળ્યો હતો. એક ક્રિકેટ વેબસાઇટ મુજબ ગ્રાઉંડનાં કર્મચારીઓને સીસીટીવી ફૂટેજની તપાસ કરવા અને ઘટનાનાં કારણોને જાણવા માટે કહેવામાં આવ્યુ છે. સુત્રો દ્વારા મળેલી માહિતી મુજબ બાંગ્લાદેશનાં ખેલાડીઓએ જીત મેળવ્યા બાદ ડ્રેસીંગ રૂમમાં હોબોળો કર્યો હતો અને કાચ પણ તોડ્યા હતા. જો કે મેચનાં રેફરી ક્રિસ બ્રોડે આ દરેક ફૂટેજ જોયા હતા. તેમણે ગ્રાઉંડ સ્ટાફને આ ધમાલ પાછળ કોણ છે તેની તપાસ કરવા કહ્યુ છે. એક રિપોર્ટ મુજબ બાંગ્લાદેશ ટીમ મેનેજમેન્ટે નુકસાનની ભરપાઇનો પ્રસ્તાવ મુક્યો છે.

ગ્રાઉંડ પર થયેલી આ ધમાલને સમગ્ર દુનિયાએ નિહાળી હતી. ખેલાડીઓ દ્વારા કરવામાં આવી આ શર્મનાક હરકતની આઇસીસી દ્વારા નોંધ લેવામાં આવી છે. જેન્ટલમેન ગેસની સરેઆમ ઠેકરી ઉડાવી ગયેલા ખેલાડીઓ પર આઇસીસી કડક પગલા લેશે તેવી સુત્રો દ્વારા માહિતી મળી છે.