loader

Breaking News


Home > Sports > Ice Cricket : સહેવાગે લગાવી બરફમાં આગ, કહ્યુ હથિયાર છોડ્યા છે, ચલાવવાનું નથી ભુલ્યો


Foto

Ice Cricket : સહેવાગે લગાવી બરફમાં આગ, કહ્યુ હથિયાર છોડ્યા છે, ચલાવવાનું નથી ભુલ્યો

Feb. 9, 2018, 7:35 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભુતપૂર્વ ભારતીય ખેલાડી વીરેન્દ્ર સહેવાગને દુનિયા એક વિસ્ફોટક બેટ્સમેન તરીકે જાણે છે. દુનિયાભરમાં તે કેમ એક વિસ્ફોટક બેટ્સમેન કહેવાય છે તેનો દાખલો સહેવાગે ગુરૂવારે રમાયેલી Ice Cricket મેચમાં બતાવ્યો હતો. આ મેચમાં સહેવાગે 62 રનની તોફાની બેટિંગ કરી બતાવ્યુ કે હજુ તેણે હથિયાર છોડ્યા છે પણ ચલાવવાનું ભુલ્યો નથી. જો કે આ ટ્વીટ તેણે પોતાના ટ્વીટર એકાઉન્ટથી શેયર કરી છે.





સહેવાગ ડાયમંડ 11 અને આફ્રિદી રોયલ્સ 11 વચ્ચે રમાયેલી મેચમાં પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે તોફાની બેટિંગ કરી લોકોનુ દિલ જીતી લીધુ હતુ. જો કે આ મેચમાં તોફાની બેટિંગ કર્યા બાદ પણ તે ટીમને જીત ન અપાવી શક્યો. આ મેચમાં જ્યા સહેવાગે 62 રન બનાવ્યા હતા ત્યા આફ્રિદી ખાતુ પણ ખોલી શક્યો ન હતો. આફ્રિદી રોયલ્સ 11 તરફથી ઓવેસ શાહે તોફાની બેટિંગ કરી ટીમને જીત અપાવી હતી. સહેવાગની ટીમ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 164 રન બનાવી શકી, જ્યારે તેના જવાબમાં આફ્રિદી રોયલ્સ 11ની ટીમે 6 વિકેટથી મેચને જીતી હતી. આ મેચ દરમિયાન સૌથી વધુ પ્રકાશમાં આવતો ખેલીડી સહેવાગ જ બન્યો હતો. સહેવાગે આ મેચને લઇને એક ટ્વીટ પણ કરી હતી, જેમાં તેણે લખ્યુ કે, હથિયાર છોડ્યા છે, ચલાવવાનું નથી ભુલ્યો. સહેવાગનાં આ ટ્વીટ બાદ તેના પર પ્રતિક્રિયા કરતા ઘણા લોકોએ રિટ્વીટ કરી છે. જેમાં ટીમ ઇન્ડિયાનાં સર રવિન્દ્ર જાડેજાએ પણ ટ્વીટ કરી હતી, જો કે તેણે આ ટ્વીટમાં આફ્રિદી પર ટિપ્પણી કરતા લખ્યુ છે કે, બાપ બાપ હોતા હે, બેટા બેટા. ઔર ઇન્હે કાશ્મીર ચાહીએ. ડક સંભાલો.