loader

Breaking News


Home > Bollywood > આઇસ સ્કેટરનો ઘૂમર ડાંસ સોશિયલ મીડિયામાં મચાવી રહ્યો છે ધમાલ


Foto

આઇસ સ્કેટરનો ઘૂમર ડાંસ સોશિયલ મીડિયામાં મચાવી રહ્યો છે ધમાલ

Feb. 3, 2018, 3:34 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સંજયલીલા ભણશાલીની ફિલ્મ પદ્માવત ઘણા વિવાદો બાદ પણ રિલીઝ થઇ ગઇ છે. આજે આ ફિલ્મને દુનિયાભરમાં પસંદ કરવામાં આવી રહી છે. વળી આ ફિલ્મનું એક ગીત ઘૂમર જેના પર વિવાદ ઘણો થયો હતો, ત્યારબાદ ઘૂમર ગીતમાં દિપીકાનાં અંગોને VFXની મદદથી છુપાવવામાં આવ્યા હતા. આ સાથે યુ-ટ્યૂબ પર એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક આઇસ સ્કેટર બરફ ઉપર ઘૂમર ગીત પર ડાંસ કરતી નજરે પડે છે. આ વીડિયો મયૂરી ભંડારીએ શેયર કર્યો છે.



સોશિયલ મીડિયામાં પદ્માવત ફિલ્મનાં ગીતો પર ડાંસ કરતા ઘણા લોકો તમે જોયા હશે. પરંતુ એક વીડિયો તાજેતરમાં યુ-ટ્યૂબ પર જોવા મળી રહ્યો છે, જેમાં બરફ ઉપર ઘૂમર ગીત પર ડાંસ કરતી આઇસ સ્કેટર નજરે ચઢે છે. આ ડાંસ કરનાર આઇસ સ્કેટરનું નામ મયૂરી ભંડારી છે. મયૂરી એક ડાંસર હોવાની સાથે એક સારી સારી સ્કેટર પણ છે. આ વીડિયો તેણે યુ-ટ્યૂબ પર શેયર કરતા લખ્યુ છે કે, ફિલ્મ પદ્માવતનાં રિલીઝ થવાના ગર્વમાં મારુ આ શાનદાર ગીતને આઇસ સ્કેટીંગ ટ્રિબ્યુટ. એક રાજસ્થાની હોવા પર હુ આ ગીત પર ગર્વની સાથે સ્કેટીંગ કરીશ.