loader

Breaking News


Home > National > બે વર્ષથી નિષ્ક્રિય રહેનારાં બેંક ખાતાઓમાં થઇ શકે છેતરપિંડી, ICICI બેંકે આપી માહિતી


Foto

બે વર્ષથી નિષ્ક્રિય રહેનારાં બેંક ખાતાઓમાં થઇ શકે છેતરપિંડી, ICICI બેંકે આપી માહિતી

Aug. 17, 2018, 12:17 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : છેલ્લા ઘણા સમયથી લોકોના બેક એકાઉન્ટ માંથી છેતરપિંડી કરીને પૈસા નીકાળવાનાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે આઇસીઆઇસીઆઇ બેન્કે એક ટ્વિટ કરીને જણાવ્યું હતું કે જો તમે તમારા બેંક ખાતામાં બે વર્ષથી કોઈ લેણદેણ નહીં કરી હોય તો તમે છેતરપીંડીનો આસાનીથી શિકાર બની શકો છો.

બેન્કના જણાવ્યા મુજબ આવા ખાતાઓને ડોરમેન્ટ એકાઉન્ટ કહેવામાં આવે છે બેન્કે કહ્યું હતું કે કોઈ પણ બચત ખાતું અથવા ચાલુ ખાતું ત્યારે ડોરમેંટ એકાઉન્ટમાં રૂપાંતરિત થઈ જાય છે. જ્યારે તેમાં બે વર્ષથી વધુ સમયથી ગ્રાહક તરફથી કોઈ લેવડ - દેવડ કરવામાં ના આવી હોય. બેંકે જણાવ્યું હતું કે જો તમારું કોઇ આવો ખાતું હોય તો તેને ઝડપથી એક્ટિવ કરાવી લેવું કેમ કે તમારા ખાતામાં કોઇપણ સમય છેતરપિંડી થઈ શકે છે એ તમારા માટે બહુ મોટી મુસીબત નોતરે છે.