loader

Breaking News


Home > National > આઈડિયા - વોડાફોન મર્જરને ટેલીકોમ મંત્રાલયે આપી શરતી મંજુરી


Foto

આઈડિયા - વોડાફોન મર્જરને ટેલીકોમ મંત્રાલયે આપી શરતી મંજુરી

July 10, 2018, 1:26 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આઈડિયા અને વોડાફોનનાં મર્જરને ટેલીકોમ મંત્રાલયે અમુક શરતો સાથે મંજુરી આપી દીધી છે. આ સાથે જ મર્જર બાદ કંપની દેશની સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર બની જશે. દુરસંચાર મંત્રાલયે સોમવારે વોડાફોન ઇન્ડિયા અને આઈડિયા સેલ્યુલરનાં મર્જરને મંજુરી આપી દીધી છે. સુત્રોનાં જણાવ્યા મુજબ મંત્રાલયે આઈડિયા સેલ્યુલરને જણાવ્યું છે કે તે વોડાફોનના સ્પેક્ટ્રમ માટે ૩૯૨૬ કરોડ રૂપિયાની રોકડ રકમ ચુકવે. આ સાથે જ ૩,૩૪૨ કરોડ રૂપિયાની બેંક ગેરેંટી પણ જમા કરાવવાની શરત રાખવામાં આવી છે.

આઈડિયા અને વોડાફોનના મર્જર બાદ તે દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની બની જશે. હાલમાં એરટેલ દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની છે. મર્જર બાદ નવી કંપની ૨૩ અબજ ડોલરની માર્કેટ વેલ્યુ ધરાવશે તેમજ તેનો માર્કેટ શેયર ૩૫ ટકા હશે.