loader

Breaking News


Home > National > સમાજ માટે કંઇક કરવાનો વિચાર આવતાં જોબ છોડી, હરિયાણાની અનુકુમારીએ U.P.S.Cમાં મેળવ્યો બીજો રેન્ક.


Foto

સમાજ માટે કંઇક કરવાનો વિચાર આવતાં જોબ છોડી, હરિયાણાની અનુકુમારીએ U.P.S.Cમાં મેળવ્યો બીજો રેન્ક.

April 28, 2018, 12:21 p.m.
      Whatsapp   

માનવમિત્ર,નવી દિલ્હી:યુપીએસસી સિવિલ સર્વિસિઝ એક્ઝામ 2017નું ફાઇનલ પરિણામ જાહેર થઈ ગયું છે, જેમાં હરિયાણાની અનુકુમારીએ બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અનુને આ સ્થાન હાંસલ કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. અનુ પરિણીત છે અને તેને એક ચાર વર્ષનો દીકરો પણ છે. જૂન મહિનામાં લેવામાં આવેલી આ પરીક્ષામાં હૈદરાબાદના અનુદીપ દુરીશેટ્ટીએ પહેલું સ્થાન હાંસલ કરીને ટોપ કર્યું છે.

ભણવા માટે દીકરાને પોતાનાથી દૂર રાખ્યો:

- અનુકુમારીએ ભણવામાં ધ્યાન આપવા માટે પોતાનાં દીકરાને પણ પોતાનાથી દૂર રાખ્યો હતો, જે તેમના માટે ખુબ જ મુશ્કેલ રહ્યું હશે.

- અનુએ પોતાનો અભ્યાસ દિલ્હી યુનિવર્સિટીની હિંદુ કોલેજમાંથી ફિઝિક્સ ઓનર્સમાં ગ્રેજ્યુએશન કર્યું અને આઇએમટી નાગપુરથી એમબીએ કર્યું છે.

- અનુનો આ બીજો પ્રયત્ન હતો, જેમાં તેણે પોતાનું સપનું પૂરું કર્યું. સિવિલ સર્વિસિઝને તૈયાર કરતા પહેલા અનુ નવ વર્ષથી એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતી હતી.

સમાજ માટે કંઇક કરવાનો વિચાર આવ્યો તેને માટે જોબ છોડી:

- અનુ જણાવે છે કે, તેની જોબ સારી હતી, પરંતુ તેમાં કોઇ સંતુષ્ટિ ન હતી. એ નોકરી એકદમ મિકેનિકલ બની ગઇ હતી, જે તે વધુ સમય સુધી સહન કરી શકે તેમ ન હતી.

- ત્યારબાદ તેણે જોબ છોડી દેવાનો નિર્ણય કર્યો અને કંઇક એવું કરવાનો વિચાર કર્યો કે જેનાથી તેઓ સમાજ માટે કંઇક કરી શકે. તેણે બે વર્ષ પહેલા પોતાની નોકરી છોડી દીધી અને સિવિલ સર્વિસિઝનો અભ્યાસ શરૂ કરી દીધો હતો.

પહેલા પ્રયત્નમાં માત્ર 1 માર્કથી ચૂકી ગઇ હતી:

- ઉલ્લેખનીય છે કે તેમણે 2016માં પહેલીવાર પરીક્ષા આપી હતી અને બે મહિનાની તૈયારી કરી લીધી હતી, પરંતુ તે એક માર્કથી પ્રી પરીક્ષા પાસ કરવાનું ચૂકી ગઇ હતી.

- જોકે અનુ આને જ પોતાનો પહેલો પ્રયત્ન માને છે, કારણકે તેણે આ પ્રયત્નમાં ખૂબ સારી મહેનત અને તૈયારી કરી હતી. પરીક્ષામાં કુલ 990 ઉમેદવારો હતા, જેમાં 750 પુરુષ અને 240 મહિલાઓ હતી.

દર વર્ષે લેવાતી આ પરીક્ષામાં 1 લાખથી વધુ ઉમેદવારો બેસે છે:

- 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર, 2017 દરમિયાન યુપીએસસીએ સિવિલ સર્વિસની ફાઇનલ પરીક્ષાઓ લીધી હતી. આ પરીક્ષા દ્વારા ભારતીય પોલીસ સેવા, ભારતીય વિદેશ સેવા અને અન્ય કેન્દ્રીય સેવાઓ (ગ્રુપ એ અને ગ્રુપ બી) માટે સિલેક્શન કરવામાં આવે છે.

- ફેબ્રુઆરી 2018માં ઉમેદવારોનો પર્સનાલિટી ટેસ્ટ થયો હતો. દર વર્ષે આયોજિત થતી આ પરીક્ષામાં 11 લાખથી વધુ ઉમેદવારો બેસે છે.