loader

Breaking News


Home > Gujarat > ભાજપમાં તાકાત હોય તો ૧૧ વાગ્યાનાં વિડીઓ ફૂટેજ જાહેર કરી બતાવે : વિક્રમ માડમ


Foto

ભાજપમાં તાકાત હોય તો ૧૧ વાગ્યાનાં વિડીઓ ફૂટેજ જાહેર કરી બતાવે : વિક્રમ માડમ

March 14, 2018, 3:11 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : વિધાનસભામાં કોંગ્રેસ ભાજપ વચ્ચે બબાલ થયા બાદ વિક્રમ માડમે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. વિક્રમ માડમે જણાવ્યું હતું કે ભાજપમાં તાકાત હોય તો ૧૧ વાગ્યાનાં વિડીઓ ફૂટેજ જાહેર કરી બતાવે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે મને છેલ્લા દસ દિવસથી પ્રશ્નો પૂછવા દેતા નથી. MLA વિક્રમ માડમ પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે તેઓએ માઈક તોડ્યું હતું જો કે વિક્રમ માડમે જણાવ્યું હતું ફૂટેજમાં હું દેખાતો નથી.

ઉલ્લેખનીય છે કે સાવરકુંડલાનાં ધારાસભ્ય પ્રતાપ દુધાત અને જગદીશ પંચાલ વચ્ચે પણ છુટ્ટા હાથની મારામારી સર્જાઈ હતી. આ ઉપરાંત પ્રતાપ દુધાત અને અંબરીશ ડેરને પણ આ મુદ્દે અધ્યક્ષ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા,. જો કે ભાજપનાં ધારાસભ્યો પણ દોષિત હોવા છતાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં નથી. વધુમાં હર્ષ સંઘવીએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.