loader

Breaking News


Home > National > કોંગ્રેસ ૨૦૧૯ ની ચુંટણીમાં બહુમતી મેળવશે તો રાહુલ ગાંધી બની શકે છે વડાપ્રધાન


Foto

કોંગ્રેસ ૨૦૧૯ ની ચુંટણીમાં બહુમતી મેળવશે તો રાહુલ ગાંધી બની શકે છે વડાપ્રધાન

May 8, 2018, 3:36 p.m.
      Whatsapp   

માનવમિત્ર, દિલ્હી : કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પૂર્ણ તાકાત લગાવી દેનાર કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે મોટુ નિવદન કરીને તમામને ચોંકાવી દીધા હતા. રાહુલે કહ્યુ હતુ કે જો વર્ષ ૨૦૧૯માં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં તેમની પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરીને આવશે તો તેઓ વડાપ્રધાન બની શકે છે.

વર્ષ ૨૦૧૯ ચૂંટણી માટે એજન્ડાને રજૂ કરતા રાહુલ ગાંધીએ સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે તેમની પાર્ટી જો જીતશે તો તેઓ વડાપ્રધાન બની શકે છે. કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનશે તો તેઓ વડાપ્રધાન બનશે કે કેમ તે અંગે પુછવામાં આવતા રાહુલે કહ્યુ હતુ કે તેમની પાર્ટી જીતશે તો તેઓ કેમ વડાપ્રધાન બનશે નહી.

રાહુલ ગાંધીના આ નિવેદનથી એક બાબત સ્પષ્ટ થઇ ગઇ છે કે લોકસભા ચૂંટણી માટેની તૈયારીમાં કોંગ્રેસ પાર્ટી લાગી ગઇ છે. રાહુલ ગાંધીએ પ્રથમ વખત વડાપ્રધાન પદને લઇને વાત કરી છે. રાહુલે કહ્યુ હતુ કે કેટલાક રાજ્યોમાં અમે પોતાની રણનિતી પર કામ કરીશુ તો કોંગ્રેસને વર્ષ ૨૦૧૪ જેવા પરિણામ જોવા પડશે નહી. તેમણે દાવો કરતા કહ્યુ હતુ કે વર્ષ ૨૦૧૯માં મોદી દેશના વડાપ્રધાન બનશે નહી.