loader

Breaking News


Home > International > ફેસબુક ચાર્જ લગાવશે તો દરેક યુઝર બોજ નહીં ઉઠાવી શકે : ઝુકરબર્ગ


Foto

ફેસબુક ચાર્જ લગાવશે તો દરેક યુઝર બોજ નહીં ઉઠાવી શકે : ઝુકરબર્ગ

Nov. 7, 2018, 10:53 a.m.
      Whatsapp   

માનવમિત્ર, સેન ફ્રાન્સિસ્કો : ફેસબુકનાં કો-ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગે એપલનાં સીઇઓ ટિમ કૂક પર પલટવાર કર્યો છે. તેમણે કહ્યુ કે કૂક તરફથી તાજેતરમાં જ તેમના પર લગાવવામાં આવેલા આરોપ આધારહીન છે. તેની સાથે જ ઝુકરબર્ગે પોતાના વિજ્ઞાપન આધારિત બિઝનેસ મોડલનો બચાવ પણ કર્યો.



ઝુકરબર્ગે કહ્યુ, "અહીંયા હકીકત એ છે કે જો તમે એક એવી સેવા તૈયાર કરો છે, જે દુનિયામાં દરેક વ્યક્તિને જોડે છે, ત્યારે એવા ઘણા લોકો હોય છે જે પૈસા નથી ચૂકવી શકતા."ઝુકરબર્ગે સોમવારે એક ઇન્ટરવ્યુમાં કહ્યુ કે જાહેરાત આધારિત બિઝનેસ મોડલ એક રીત છે, કારણકે જો ફેસબુક પોતાની સેવાઓ માટે ચાર્જ કરવા લાગશે તો તમામ લોકો તે બોજ ઉઠાવી નહીં શકે. "ફેસબુકની ડેટા કલેક્શનની ટેક્નીક ખરાબ છે, જેમાં યુઝર્સ પાસેથી બહુ બધી પર્સનલ જાણકારીઓ લેવામાં આવે છે અને તે ભેગી કરીને એડવર્ટાઇઝર્સને વેચવામાં આવે છે”. "જો અમે પણ અમારા કસ્ટમર્સની જાણકારીઓને આવી રીતે વટાવી નાખીએ તો ઘણા પૈસા કમાઇ શકીએ એમ છીએ, પરંતુ અમે એવું ક્યારેય નહીં કરીએ”. આરોપ છે કે અમેરિકામાં રાષ્ટÙપતિ ચૂંટણી દરમિયાન આશરે ૫ કરોડ ફેસબુક યુઝર્સનાં પર્સનલ ડેટાનો ખોટો ઉપયોગ થયો. આ ચૂંટણી પછી ડોનાલ્ડ ટ્રંમ્પ અમેરિકાનાં રાષ્ટ્રપતિ બન્યા હતા. ઝુકરબર્ગે આ મામલે પોતાની ભૂલ સ્વીકારીને ફેસબુક યુઝર્સની માફી માંગી હતી.