loader

Breaking News


Home > Gujarat > જો ફિલ્મ રિલીઝ થશે તો સંજયલીલા ભણશાલીને ઘરમાં ઘૂસીને મારીશુઃ જોગેન્દ્રસિંહ ચંપાવત


Foto

જો ફિલ્મ રિલીઝ થશે તો સંજયલીલા ભણશાલીને ઘરમાં ઘૂસીને મારીશુઃ જોગેન્દ્રસિંહ ચંપાવત

Jan. 11, 2018, 4:58 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : સંજયલીલા ભણશાલી તેની આગામી ફિલ્મ પદ્માવતીને લઇને આવી રહ્યા છે. આ ફિલ્મનો કરણીસેના સખત વિરોધ કરી રહી છે, તેને ધ્યાને લઇને સેંસર બોર્ડે તાજેતરમાં ફિલ્મનાં અમુક દ્રશ્યોને એડિટ કરવાનું કહ્યુ હતુ. જો કે હવે પદ્માવતી ફિલ્મમાં જરૂરી ફેરફાર સાથે સેંસર બોર્ડે તેને લીલઝંડી આપી છે. સુત્રોનાં જણાવ્યા મુજબ ફિલ્મ 12 તારીખે રિલીઝ કરવામાં આવશે. જો કે ફિલ્મમાં જરૂરી ફેરફાર કર્યા બાદ પણ કરણીસેનાએ ફિલ્મનાં ડાયરેક્ટર સંજયલીલા ભણશાલીને ધમકી આપી છે.



કરણીસેના દ્વારા ફિલ્મ પદ્માવતીનો વિરોધ સમગ્ર દેશએ જોયો હતો. ત્યારે હવે ગુજરાત કરણીસેનાનાં ઉપાધ્યક્ષ જોગેન્દ્રસિંહ ચંપાવતે એક વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યુ છે કે, જો ફિલ્મ રિલીઝ થશે તો સંજયલીલા ભણશાલીનાં ઘર મુંબઇમાં આવીને અને તેના ઘરમાં ઘૂસીને તેને મારીશું. જો કે આ નિવેદન બાદ સંજયલીલા ભણશાલીનાં ઘરની બહાર સિક્યોરિટી વધારી દેવામાં આવી છે. આ પહેલા ફિલ્મમાં અમુક દ્રશ્યોને લઇને કરણીસેનાએ વિરોધ કર્યો હતો, જો કે હવે તે દ્રશ્યોને ફિલ્મમાંથી કટ કરવામાં આવ્યા હોવા છતા વિરોધનો વંટોળ ઝડપથી વધી રહ્યો છે. હવે જોવાનું રહેશે ફિલ્મ પદ્માવતી નિશ્ચિત તારીખે રિલીઝ થાય છે કે કેમ?