loader

Breaking News


Home > National > ભારતમાં આવીશ તો મારું મોબ લીન્ચિંગ થઇ જશે, મેહુલ ચોક્સીએ ડર વ્યક્ત કર્યો


Foto

ભારતમાં આવીશ તો મારું મોબ લીન્ચિંગ થઇ જશે, મેહુલ ચોક્સીએ ડર વ્યક્ત કર્યો

June 28, 2018, 12:47 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : પંજાબ નેશનલ બેંક કૌભાંડનાં આરોપી અને નિરવ મોદીનાં મામા મેહુલ ચોકસીએ પોતાના વિરુદ્ધ બિનજામિન પાત્ર વોરંટ રદ કરવા માટે CBI કોર્ટ સમક્ષ માંગ કરી છે. તેઓએ જણાવ્યું હતું કે તેઓ ભારત આવવા નથી માંગતો કેમ કે અહી મારું મોબ લીન્ચિંગ થઇ શકે છે.

એક અહેવાલ મુજબ મેહુલ ચોક્સીએ બુધ્વરેવ એક અરજીના માધ્યમથી મુંબઈની સ્પેશ્યલ CBI કોર્ટનો અભ્યાસ કર્યો હતો અને માંગ કરી હતી કે તેની સામે જાહેર કરવામાં આવેલું બિનજામીન પાત્ર વોરંટને રદ કરવામાં આવે. તેણે જણાવ્યું હતું કે હાલમાં જે રીતે મોબ લીન્ચિંગનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેને કારણે તેના જીવનને ખતરો છે એટલે તે ભારત નહી આવી શકે.