loader

Breaking News


Home > National > જમ્મુ અને કાશ્મિરમાં સત્તામાં આવશું તો ૩૫એ અકબંધ રહેશે, કોંગ્રેસ નેતાનું નિવેદન


Foto

જમ્મુ અને કાશ્મિરમાં સત્તામાં આવશું તો ૩૫એ અકબંધ રહેશે, કોંગ્રેસ નેતાનું નિવેદન

Sept. 21, 2018, 9:29 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૫એના મુદ્દા પર જારી રાજકીય ઘમસાણ વચ્ચેનેશનલ કોન્ફરન્સ અને પીડીપી બાદ હવે કોંગ્રેસ પાર્ટીએ પણ ૩૫એને લઇને સમર્થન કરવાની વાત કરી છે. સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ રહેલા આ મામલામાં આજે એક નિવેદન કરતા રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ ગુલામ અહેમદ મીર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, જા આગામી સમયમાં કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો ૩૫એ પર કોઇપણ પ્રકારની અડચણ આવશે નહીં.

આજે શ્રીનગરમાં મિડિયા સાથે વાતચીત કરતા મીરે કહ્યું હતું કે, જમ્મુ કાસ્મીરમાં કોંગ્રેસ પાર્ટી કલમ ૩૫એના રક્ષણ માટે કામ કરી રહી છે. જા આવનાર સમયમાં અમને સત્તા મળશે તો કલમ ૩૫એ પર કોઇપણ અડચણ આવશે નહીં. કોંગ્રેસ પાર્ટીએ હાલમાં જ કલમ ૩૫એના મુદ્દા ઉપર રાજ્યમાં બનેલી અસમસંજની સ્થિતિ અને રાજકીય વિરોધને ધ્યાનમાં લઇને કેન્દ્રમાં પંચાયત ચૂંટણી પર પોતાનું વલણ સ્પષ્ટ કરવાની માંગ કરી હતી.

કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગુલામ અહેમદ મીરે ૧૨મી સપ્ટેમ્બરના દિવસે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, સરકારે કોઇપણ વાસ્તવિકતામાં ધ્યાન આપ્યા વગર પંચાયત ચૂંટણીની ઘોષણા કરી દીધી છે. કોંગ્રેસ પાર્ટી અન્ય રાજકીય પક્ષોની સાથે છે. કેન્દ્ર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કરીને દર્શાવવું જાઇએ કે, હકીકતમાં ચૂંટણી કરાવવા ઇચ્છે છે કે કેમ. હાલમાં આ સમગ્ર પ્રક્રિયા એક નાટકની જેમ લાગી રહી છે.