loader

Breaking News


Home > Gujarat > જનતા મારી જનાર્દન, પ્રતિક ઉપવાસ બાદ નિવેડો ના આવે તો મતદારો જે કહે તે હુકમનું પાલન કરવા તૈયાર : અંબરીશ ડેર


Foto

જનતા મારી જનાર્દન, પ્રતિક ઉપવાસ બાદ નિવેડો ના આવે તો મતદારો જે કહે તે હુકમનું પાલન કરવા તૈયાર : અંબરીશ ડેર

May 8, 2018, 12:58 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતમાં આવેલાં રાજુલા પીપાવાવ પોર્ટમાં આવેલી રિલાયન્સ નેવલ એન્ડ એન્જીનીયરીંગ લિ. (અનીલ અંબાણી જુથ ) પાસેથી છેલ્લાં ૩ વર્ષથી લેવાની નીકળતી આશરે ૧૫૦ કરોડ જેટલી રકમ વસુલવા માટે કોન્ટ્રાક્ટરો અને કામદારો સાથે રાજુલાનાં ધારાસભ્ય અંબરીશ ડેરની આગેવાનીમાં ધરણા યોજાયા હતા.

આ ધરણામાં અંબરીશ ડેરે પોતાનાં વક્તવ્યમાં જણાવ્યું હતું કે મારા મત વિસ્તારનાં કોન્ટ્રાક્ટરો - કામદારોની અનેક રજુઆતો કરવા છતાં તેમનાં નાણાની ચૂકવણી ના થતાં અને એક યા બીજી રીતે આંદોલન તોડી પાડવા માટે અવનવા માર્ગ અપનાવતા અને સ્થાનિક ધારાસભ્ય તરીકે મારી પ્રાથમિક ફરજ સમજીને આ આંદોલનની મેં જવાબદારી લીધી છે. જનતા મારી જનાર્દન છે. ૫૬ દિવસથી ચાલતું આ આંદોલન બાદ સરકારનું ધ્યાન ખેંચવા ગાંધીનગર ખાતે ૨ દિવસ પ્રતિક ઉપવાસની મંજુરી બાદ 1 દિવસની મંજુરી મળેલ હતી. ત્યારે એક પ્રશ્ન પૂછેલ જેમાં પ્રતિક ઉપવાસ બાદ કોઈ નિવેડો નહી આવે તો પછીનો નિર્ણય શું કરશો ? ત્યારે તેમણે જણાવેલ કે હું જ્યાંથી ચૂંટાયો છું ને મતદાતાઓ માટી જનતા જનાર્દન છે. મતદાતાઓ જે માંગણી અને સૂચનાઓ આપશે તેમ હું આગળ પગલા લેવા હરહંમેશા પ્રજાની સાથે રહીશ.

વધુમાં ઘણા કોન્ટ્રાક્ટરોની હાલત એવી કફોડી થઇ ગઈ છે કે ઘણાનાં ઘરમાં અસાધ્ય બીમારીઓ આવતા આ કોન્ટ્રાક્ટરોના નાણા ત્વરિત ચુકવવા જરૂરી છે. નાણા ચુકવવા અસમર્થ કંપનીને અમો થોડા થોડા હપ્તા કરીને ચુકવે તેવી પણ અમારી માંગણી છે. જેમાં તમામનું હિત સચવાય બાકી પ્રજાકીય પ્રશ્ને આજે અને કાલે મતદારો સાથે જ છું.