loader

Breaking News


Home > Gujarat > રૂપાણી સરકાર સરકારી હાઇફાઇ, હાઇટેક સ્કુલો બનાવે તો પ્રાઇવેટ સ્કુલોમાં કાગડા ઉડે


Foto

રૂપાણી સરકાર સરકારી હાઇફાઇ, હાઇટેક સ્કુલો બનાવે તો પ્રાઇવેટ સ્કુલોમાં કાગડા ઉડે

Jan. 9, 2018, 7:47 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : ગુજરાતમાં ભણતરનો ભાર અને મોંઘવારીનો ભારે દામ જેવા ઘાટ શિક્ષણમાં થયા છે, ત્યારે ભણતર એટલું બધું મોંઘુદાટ થઇ ગયુ છે, જેમાં રાજ્ય સરકારે 22 વર્ષનાં શાસનમાં કોઇ નવી સરકારી શાળાઓનો પ્રોજેક્ટ ન મુકતાં પ્રાઇવેટ સ્કુલોનાં માંધાતાઓ ભારે ફાટ્યા છે, ત્યારે રાજ્ય સરકારે જે ફી નિયત કરેલી છે, તેને અવગણ્યા વગર આજે પણ બેફામ ખાનગીમાં લઇ રહી છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં પણ શિક્ષણનાં માંધાતાઓને ફટકાર પડ્યા છતાં સરકારને ગાંઠતા નથી, ત્યારે સુપ્રિમકોર્ટમાં માંધાતાઓએ ન્યાય મેળવવા દડો ફેક્યો છે, અને તમામ શિક્ષણનાં માંધાતાઓ એક થઇને મોટા ગજાનાં એવા સુપ્રિમકોર્ટનાં વકીલ રોક્યા છે.એક બાજુ ઓછી ફી પોસાતી નથી ના ગાંણા ગાતી સ્કુલોનાં માંધાતાઓ પાસે 4 થી 5 સ્કુલો ધરાવે છે, તો આવી ક્યાંથી? ત્યારે રાજ્ય સરકાર પણ આ માંધાતાઓને છાવરી રહી હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યુ છે. ત્યારે આ માફીયાઓને સીધા ડોર કરવા રૂપાણી સરકારે હાઇફાઇ, હાઇટેક સ્કુલો બનાવવા રૂપાણી સરકારે પાણી બનાવવું જોઇએ. સારી સરકારી શાળાઓ હાઇટેક બનશે તો આ શિક્ષણનાં માંધાતાઓની દુકાનો પર કાગડા ઉડે તો નવાઇ નહીં, વાલીઓ ઉંચી ફીથી ભારે ત્રસ્ત થવા છતાં સરકાર શિક્ષણ માફીયાઓ સામે નવી સ્કુલો બનાવવાની કેમ જાહેરાત કરતી નથી તેવો પ્રજાનો સુર ઉઠ્યો છે.