loader

Breaking News


Home > National > ચેક બાઉન્સ થયો તો આપવું પડશે ભારે વળતર, લોકસભામાં બિલ પાસ


Foto

ચેક બાઉન્સ થયો તો આપવું પડશે ભારે વળતર, લોકસભામાં બિલ પાસ

July 24, 2018, 12:09 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ચેક બાઉન્સનાં વધતાં જતા બનાવોને કારણે સોમવારે કેન્દ્ર સરકારે એક મહત્વનું બીલ લોકસભામાં રજુ કર્યું હતું. ધ્વનિમતથી પસાર થયેલ આ બીલમાં ચેંક બાઉન્સ થવા પર ભારે વળતર ચુકવવું પડશે તેવો નિયમની જોગવાઈ કરવામાં આવી છે. સોમવારે લોકસભામાં નેગોશિએબલ અમેંડમેંટ બીલમાં લાવવામાં આવ્યું હતું. આ બીલમાં ધ્વનિથી મતથી પસાર થયું હતું.

સંસદ તરફથી જો આ બિલને મંજુરી મળી જશે તો ચેક બાઉન્સનાં મુદ્દે ઘણી ચીજ વસ્તુઓ બદલાઈ જશે. આ બિલમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈના તરફથી અપાયેલ ચેક બાઉન્સ થાય તો તમારે વળતર ચુકવવું પડી શકે છે. આ વળતર જેટલી રકમ માટેનો ચેક આપવામાં આવ્યો હોય તે રકમનાં ૨૦ ટકા જેટલું હોઈ શકે છે.