loader

Breaking News


Home > Health > શું તમે બિમાર છો તો ઇંટરનેટ નહી ડૉક્ટરની સલાહ લો


Foto

શું તમે બિમાર છો તો ઇંટરનેટ નહી ડૉક્ટરની સલાહ લો

May 11, 2018, 12:53 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આજે દુનિયાનાં મોટાભાગનાં લોકો ઇંટરનેટથી જોડાયા છે. જો કે આજે ઇંટરનેટથી સતત જોડાયેલા રહેવું તે પણ હવે એક બિમારી જ બની ગયુ છે. જેમ તમે કોઇ રસોઇ શો જુઓ છો અને તે મુજબ ઘરે મનપસંદ વાનગી બનાવો છો તેમ પોતાની બિમાર વિશે પણ લોકો હવે ઇંટરનેટની મદદ લઇ રહ્યા છે. જાણકારી સુધી ઇંટરનેટની મદદ તેને બરાબર ઘણી શકાય પણ તે મુજબ ઇલાજ કરવો સ્વાસ્થ્યને જોખમમાં નાખવા બરાબર કહી શકાય.




ઇંટરનેટથી પોતાને થયેલ બિમારી દૂર કરવી તે તમારા સ્વાસ્થ્યને વધુ જોખમમાં મુકી શકે છે. એક સર્વેમાં મુજબ બિમાર અવસ્થામાં લોકો ઇંટરનેટની મદદ વધુ લઇ રહ્યા છે, ઇલાજ શરૂ કરી રહ્યા છે અને દવાઓ લઇ રહ્યા છે. જો કે ઘણીવાર ઇંટરનેટથી બિમારીને લગતી સાચી માહિતી મળી જતા ઇલાજ સરળ બની જાય છે પરંતુ આ ઇલાજમાં કોઇ ખામી આવતા સ્વાસ્થ્યને મોટી અસર થવા પામે છે. આજે ઇંટરનેટ પર આસાનીથી બિમારીને લગતી દવાઓ, ઔષધીઓ મળી રહે છે. જેને કારણે લોકો ડૉક્ટરની સલાહ લેવાનું ઓછુ પસંદ કરી રહ્યા છે. જરૂરી છે કે ઇંટરનેટની મદદ લીધા વિના ડૉક્ટરની સલાહને મહત્વ આપવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ છે.