loader

Breaking News


Home > Gujarat > સિંચાઇ માટે પાણી નહી મળે તો ડેમનાં દરવાજા ખોલતા પણ આવડે છેઃ લલીત વસોયા


Foto

સિંચાઇ માટે પાણી નહી મળે તો ડેમનાં દરવાજા ખોલતા પણ આવડે છેઃ લલીત વસોયા

Oct. 15, 2018, 12:30 p.m.
      Whatsapp   

માનવમિત્ર, રાજકોટ : ધોરાજી કોંગ્રેસનાં ધારાસભ્ય લલીત વસોયાએ ભાદર ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવા કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી છે. પત્રમાં લલીત વસોયાએ લખ્યુ છે કે, એક તરફ રાજ્યમાં વરસાદ ઓછો રહ્યો છે અને બીજી તરફ ધોરાજી પાસે આવેલા ભાદર-2 ડેમ જેતપુરનાં કેમીકલયુક્ત પાણીથી ભરેલો છે. પાણીની ખપતથી મોલ સુકાઇ રહ્યા છે જેને લઇને તેમણે કહ્યુ કે, જો 19 ઓક્ટોબર સુધી પાણી નહી છોડવામાં આવે તો ડેમનાં દરવાજા અમે ખોલી દઇશું.



ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા તેમણે વિરોધ કરવાનું શરૂ કરી દીધુ છે. જેને લઇને હવે ધોરાજી કોંગ્રેસનાં ધારાસભ્ય લલીત વસોયાએ કલેક્ટરને પત્ર લખી આ મુદ્દે અવગત કરાવ્યા છે. તેમણે કલેક્ટરને રજૂઆતનું કારણ આપતા જણાવ્યું છે કે, નદીમાં પાણી છોડવા ખેડૂતોએ 9 દિવસ અગાઉ લેખીતમાં માંગણી કરી હતી. તેટલુ જ નહિ પોતે પણ સાત દિવસ અગાઉ સિંચાઇ મંત્રીને પત્ર લખી તાત્કાલીક ધોરણે પાણી છોડવાની માંગણી કરી ચુક્યા છે. હજારો ખેડૂતોનો પાક સુકાઇ રહ્યો હોવાથી તેમણે કેલેક્ટરને પત્ર લખ્યો હોવાનું જણાવ્યું છે.વધુમાં તેમણે જણાવ્યુ છે કે, જો આવતી 18 તારીખ સુધીમાં પાણી છોડવાની માંગણીને ધ્યાને લેવામાં નહી આવે તો અમે ખેડૂતોને સાથે લઇ પાણી છોડી દઇશું. તેમણે વધુમાં લખ્યુ છે કે, કાયદો હાથમાં લેવો ગમતો નથી પરંતુ ખેડૂતોને તંત્રનાં વાકે કરોડોનું નુકસાન થઇ રહ્યુ છે જેને ધ્યાને લઇને જનતાનાં પ્રતિનિધિ તરીકે અમારી ફરજ છે કે અમે આ પ્રશ્ને ગમે તે કરીને પણ ખેડૂતોને ન્યાય અપાવીએ.