loader

Breaking News


Home > Gujarat > ગાંધીનગરઃ શાળા ફી નહી ભરો તો રિઝલ્ટ નહી મળે, પ્રિન્સિપાલ દ્વારા મળેલ નિવેદન બાદ વાલીઓમાં રોષ


Foto

ગાંધીનગરઃ શાળા ફી નહી ભરો તો રિઝલ્ટ નહી મળે, પ્રિન્સિપાલ દ્વારા મળેલ નિવેદન બાદ વાલીઓમાં રોષ

March 10, 2018, 12:39 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગાંધીનગરની શ્રી સ્વામિનારાયણ પબ્લિક સ્કુલમાં ફી વધારાને લઈને હોબાળો મચી ગયો હતો. વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે ફી ભર્યા વગર શાળા રીઝલ્ટ નહિ આપે. જો કે સરકારી કાયદા મુજબ જો ફી ભરવામાં નાં આવે તો પણ કોઈ શાળા રીઝલ્ટ અટકાવી શકે નહી.


વાલીઓએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે બનાવેલ ફી અધિનિયમ કાયદા મુજબ ફી લેવાની થતી હોય છે પણ શાળાઓ તેનું પાલન કરી રહી નથી. આ અંગે હાઈકોર્ટમાં પણ અરજી થઇ હતી જેમાં હાઈકોર્ટે વાલીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. બીજી બાજુ શિક્ષણને વેપાર બનાવીને બેઠેલાં શાળા સંચાલકો આ આદેશને પણ ઘોળીને પી ગયા હતા અને સુપ્રિમ કોર્ટમાં કેસ ફાઈલ કર્યો છે. શ્રી સ્વામિનારાયણ પબ્લિક સ્કૂલમાં વાલીઓએ ભાજપ અને સરકાર સમર્થિત નારા પણ લગાવ્યાં હતા. સ્વામિનારાયણ સ્કૂલમાં આજે વાલીઓ પહોંચતા શાળાનાં આચાર્યાએ બાળકોનું રીઝલ્ટ આપવાનો સ્પષ્ટ નનૈયો ભણી દીધો હતો. વાલીઓએ જણાવ્યું હતું કે રીઝલ્ટ નહિ આપવાના કારણે બાળકોના ભવિષ્ય પર અવળી અસર પડશે તો તેના માટે કોણ જવાબદાર રહેશે.


વાલીઓ અને મીડિયા શાળામાં પહોંચતા પ્રિન્સીપાલ સ્થળ છોડીને ભાગી ગયા હતા. હવે વાલીઓએ આ મુદ્દે લડી લેવાનું નક્કી કરતા જણાવ્યું હતું કે આ મુદ્દે આગળ કઈ રીતે લડત આગળ વધારવી તે મુદ્દે અમે ચર્ચા કરીશું. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા ફી નિર્ધારણ મામલે સુપ્રિમ કોર્ટ સુધી વિજય મેળવ્યા બાદ પણ કેટલીક ખાનગી શાળાઓ વધુ ફી વસુલવા માટે દબાણ કરતી હોવાના કારણે વાલીઓમાં આક્રોશ ભભૂકી ઉઠયો છે.


ગુજરાતમાં દિનપ્રતિદિન શિક્ષણનો ગ્રાફ નીચે જઈ રહ્યો છે. એકબાજુ ફીમાં નુકશાન પડે છે અને શાળાને નુકશાન જઈ રહ્યું છે તેવો લૂલો બચાવ કરીને કરોડો કમાતાં આ શિક્ષણ માફિયાઓની એકની સામે ૪ થી ૫ શાળાઓ કઈ રીતે થઇ ગઈ, IT વિભાગથી લઈને GST દ્વારા શિક્ષણ માફિયાઓ સામે કડક હાથે કામગીરી કરવામાં આવે તો જ આ નિષ્કર્ષ નીકળે તેવું પ્રજામાં જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે.