loader

Breaking News


Home > National > લોન લઈને નવું ઘર ખરીદ્યું છે તો પહેલા ઘરના વેચાણ પર મળશે ટેક્સ છૂટ


Foto

લોન લઈને નવું ઘર ખરીદ્યું છે તો પહેલા ઘરના વેચાણ પર મળશે ટેક્સ છૂટ

April 27, 2018, 1:57 p.m.
      Whatsapp   

માનવમિત્ર, દિલ્હી : નવું ઘર ખરીદવા માટે રોકાણ આધારિત કેપિટલ ગેઈન ટેક્સમાં મળનારી છૂટ પર માત્ર એટલા માટે પ્રતિબંધ લગાવી શકતી નથી. કારણ કે કરદાતાએ નવું ઘર ખરીદવા માટે હોમ લોન પણ લીધી હોય છે. આ સ્પષ્ટીકરણ ઈન્કમ ટેક્સ અપેલટ ટ્રિબ્યૂનલની કોલકત્તા બેન્ચે આપ્યું છે. ઈન્કમ ટેક્સ એક્ટ અંતર્ગત કેપિટલ ગેઈનના વર્તુળમાં આવે છે.

જો કોઈએ ઓછામાં ઓછા બે વર્ષ સુધી પોતાની માલિકીવાળા ઘરને વેચીને પ્રોફીટ કર્યો હોય તો તે પ્રોફીટની રકમને એલટીસીજી માનવામાં આવશે. આ રકમ પર ૨૦ ટકા ટેક્સ લાગે છે, જો કે કરદાતાને આમાં ઈન્ડેક્સેશનનો લાભ પણ પ્રાપ્ત થાય છે. એટલે કે એલટીસીજી ટેક્સ વસૂલીના ફોર્મ્યુલા અંતર્ગત કરતાદાને થયેલા કુલ ફાયદા પર ટેક્સ જોડતા સમયે રોકાણ અને વેચાણ વચ્ચેના વર્ષોમાં વધેલી મોંઘવારીને ધ્યાનમાં રાખવામાં આવે છે અને ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ મોંઘવારી દર અનુસાર કુલ ટેક્સની રકમમાં કપાત કરી આપે છે. આ પ્રકારે કરદાતાને ઈન્ડેક્સેશન બેનિફિટ પ્રાપ્ત થાય છે. આવકવેરાના કાયદાની કલમ ૫૪ અંતર્ગત રોકાણ આધારિત મૂડીગત લાભ પર ટેક્સ છૂટ આપવામાં આવે છે.