loader

Breaking News


Home > National > હિંમત હોય તો મોદીનાં રાજમાં પાંચ વર્ષ દિલ્હી ચલાવી બતાવો: કેજરીવાલ


Foto

હિંમત હોય તો મોદીનાં રાજમાં પાંચ વર્ષ દિલ્હી ચલાવી બતાવો: કેજરીવાલ

June 11, 2018, 3:05 p.m.
      Whatsapp   

માનવમિત્ર,નવી દિલ્હી:દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવો તે મામલે કોંગેસ અને આપ વચ્ચે જોરદાર જીભાજોડી અને ઘર્ષણ ચાલી રહ્યું છે આ મુદ્દો થમવાનું નામ જ નથી લેતો.હવે આ વિવાદમાં દિલ્હીનાં પૂર્વ સીએમ શીલા દીક્ષિતે પણ ઝુકાવ્યું છે તેમને રવિવારે સીધો અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતાં કહ્યું હતું કે પૂર્ણ રાજ્યનો મુદ્દોએ કામ નહિ કરવાનું એક માત્ર બહાનું છે.તેમની આ ટીકાનો કેજરીવાલે જવાબ આપતાં જણાવ્યું હતું કે,હું શીલા દીક્ષિતને મોદીનાં રાજમાં દિલ્હીમાં સરકાર ચલાવવનો પડકાર આપું છું.

કેજરીવાલે ટ્વિટ કરીને આ ચેલેન્જ કોંગ્રેસને ફેંક્યો હતો તેમને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે "આપને તમામ બાબાનોનું ઠીક કર્યું છે તમારા શાસનકાળમાં તમારી પાર્ટી કેન્દ્રમાં હતી.તમારા તમારા પોતાનાં લેફ્ટનન્ટ ગવર્નર હતાં।હું તેમને મોદી રાજમાં એક વર્ષમાં દિલ્હીની સરકાર ચલાવવનો પડકાર ફેંકુ છું.મહેરબાની કરીને તમે તમારા પોન્ડેચરીના મુખ્યમંત્રી સાથે વાત કરો,તેમને આ જ્ઞાન આપો".

ઉલ્લેખનીય છે કે પોન્ડેચરીમાં ઉપરાજ્યપાલ કિરણ બેદી અને સી એમ વી.નારાયણસામીનો પોતાનાં ક્ષેત્રાધિકાર મામલે ખેંચતાણ ચાલી રહી છે.

શીલા દીક્ષિતે કહ્યું હતું કે જ્યાં સુધી બંધારણમાં ફેરફાર નાતી થાય ત્યાં સુધી દિલ્હી આંશિક રીતે કેન્દ્ર દ્વારા જ શાસિત રહેશે.તેમને એમ પણ ઉમેર્યું હતું કે જેમ જેમ ચૂંટણીઓ આવતી જાય છે તેમ-તેમ આપ અધિકારીઓ અભાવની વાત કરે છે જે એક કામ ન કરવું એવું બહાનું છે.તેઓ રાજ્યનાં બંધારણ અને રાજ્યનાં મુદ્દાને જાણતા હતાં.