loader

Breaking News


Home > Gujarat > ભગતસિંહ બનવા નિકળ્યા તો દેશદ્રોહી, ગાંધીજી બન્યાં તો નજરકેદ થયા : હાર્દિક પટેલ


Foto

ભગતસિંહ બનવા નિકળ્યા તો દેશદ્રોહી, ગાંધીજી બન્યાં તો નજરકેદ થયા : હાર્દિક પટેલ

Sept. 12, 2018, 5:18 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : હાર્દિક પટેલે આજે નરેશ પટેલનાં હસ્તે પાણી પીને પારણાં કરી લીધા છે. હાર્દિક પટેલે ત્યારબાદ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. હાર્દિકે જણાવ્યું હતું કે અધિકાર વગર આ દુનિયામાં જીવવું મુશ્કેલ છે. તમે બોલશો તો તમે દેશદ્રોહી છો. નહીં બોલો તે કહેશે કે આ મુંગો છે. મને એવું લાગે છે મુંગા કરતાં દેશદ્રોહી બનવું સારું છે. હાર્દિક પટેલે કહ્યું હતું કે જેને આંદોલનના એકપણ મુદ્દા સાથે લેવાદેવા નથી તે મંત્રીને ભાજપ પ્રેસ કરવા મોકલે છે.

વધુમાં હાર્દિકે કહ્યું હતું કે આ લડાઈમાં સમાજના વડિયો અમને સાથ અને સહયોગ આપે એવી નમ્ર અપીલ અને વિનંતી છે. સમાજના વડીલો પાસે અમે ક્યારેય પણ એવી આશાઓ રાખી નથી કે, તમે અમારા માટે આ કરો. અમે એવી આશાઓ રાખી છે કે, આ તમારાથી થઈ શકે તેમ છે. તે કામ કરવાનો પ્રયાસ તેમ કરજો. અમે એવું ક્યારેય એવું નથી કહેતાં કે, સમાજના વડીલો અમે વિરોધી છીએ. સમાજના વડીલોએ અમને સંસ્કાર આપ્યા છે. સમાજના મોભીઓને અમને માન અને સન્માન આપ્યું છે. અમને લોકોને અમારું સ્ટેટસ આપ્યું છે.

હાદિક પટેલે જણાવ્યું હતું કે આજે 19 દિવસથી આપણે આપણી લડાઈ માટે સંપૂર્ણ ન્યોછાવર થઈ ગયા હતા, જેમાં ઘણા લોકોએ અંગ્રેજોની ભૂમિકા ભજવી તો ઘણા લોકોએ ક્રાંતિકારીની ભૂમિકા ભજવી છે. આપણે પહેલા ભગતસિંહ બનવા નિકળ્યા તો દેશદ્રોહી થઈ ગયા, ગાંધીજી બનીને નીકળ્યા તો નજરકેદ થઈ ગયા.