loader

Breaking News


Home > Gujarat > દલિત સમાજની માંગણીઓ ના સંતોષાઈ તો ૧૪ એપ્રિલે વિજય રૂપાણીને બાબાસાહેબની પ્રતિમાને હાથ નહી લગાડવા દેવાય : જીજ્ઞેશ મેવાણી


Foto

દલિત સમાજની માંગણીઓ ના સંતોષાઈ તો ૧૪ એપ્રિલે વિજય રૂપાણીને બાબાસાહેબની પ્રતિમાને હાથ નહી લગાડવા દેવાય : જીજ્ઞેશ મેવાણી

Jan. 23, 2018, 11:28 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : વડગામનાં નવનિર્વાચિત ધારાસભ્ય અને યુવાનેતા જીજ્ઞેશ મેવાણીનો આજે ગાંધીનગર ખાતે સન્માન સમારોહ યોજાઈ ગયો. જીજ્ઞેશ મેવાણી આજે વિધાનસભામાં ધારાસભ્ય પદનાં શપથગ્રહણ માટે આવી પહોંચ્યા હતાં. સન્માન સમારોહમાં બોલતાં જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે દેશની અંદર બધું જ ચાલી રહ્યું છે ધર્મનિરપેક્ષ, સમાનતા પર આધારિત, સમાજવાદી લોકતંત્ર બને તેવું નથી બની રહ્યું. ગુજરાતમાં છેલ્લા ૨૨ વર્ષથી જે રાજનીતિ જોઈ તેમાં ધર્મનિરપેક્ષતા નથી જોઈ, બે વર્ગો વચ્ચેનું અંતર ઘટે અને સમાનતા સ્થાપી થાય તે પણ નથી જોયું.

મેવાણીએ જણાવ્યું હતું કે એક સર્વે મુજબ દેશનાં એક ટકા ધનાઢ્ય લોકો પાસે દેશની ૭૦ ટકા સંપતિ છેલ્લા ચાર વર્ષમાં પહોંચી ગઈ અને સમાજવાદની જે કલ્પના છે જેમાં સમાજ કેન્દ્રમાં હોય અમુક મુઠ્ઠીભર પુંજીપતિઓ નહી તે વિચાર પણ ક્યાંકને ક્યાંક હાંસિયામાં ધકેલાઈ ગયો છે. જીગ્નેશ મેવાણી કહ્યું હતું કે વિધાનસભામાં મગનું નામ મરી પાડીને ફક્ત વડગામ જ નહી પરંતુ સમગ્ર ગુજરાતનાં વંચિતો, અને ગરીબોનો અવાજ બનીશ.

વડગામ વિશે જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે વડગામમાં તમામ ક્ષેત્રના નિષ્ણાતોને ઉતારવામાં આવશે તેમજ એક મોડલ વિધાનસભા તૈયાર કરવામાં આવશે. મેવાણીએ કહ્યું હતું કે રાજ્યમાં દલિતોને હજારો એકર જમીન કાગળ પર ફાળવી છે તો શું દલિતો કાગળ પર ખેતી કરશે. વિજય રૂપાણી સરકાર પર આક્ષેપ લગાવતાં મેવાણીએ કહ્યું હતું કે દલિત સમાજની ન્યાયી માંગણીઓ પર સરકાર ટેબલ ટોક કરવાં પણ તૈયાર નથી એટલે હવે જો અમારી માંગણીઓ નહિ સંતોષાય તો વિજય રૂપાણીને ૧૪ એપ્રિલે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હાથ લગાડવા નહી દેવામાં આવે તેમજ આંદોલન પણ શરુ થશે તેવો હુંકાર પણ મેવાણીએ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે જીગ્નેશ મેવાણી આજે વિધાનસભા પરિસરમાં શપથ લેવા આવી પહોંચ્યા હતાં.