loader

Breaking News


Home > Health > શું તમે GYMમાં પરસેવો પાડો છો તો રાખો આ કાળજી


Foto

શું તમે GYMમાં પરસેવો પાડો છો તો રાખો આ કાળજી

March 15, 2018, 6:16 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : શરીરને ફીટ એન્ડ ફાઇન રાખવા વ્યાયામ ખુબ જ જરૂરી છે. જો કે શારીરિક તંદુરસ્તી માટે યુવા વર્ગમાં ક્રેસ વધતો જઇ રહ્યો છે. આજનો યુવાન હેલ્થને લઇને ગંભીર બન્યો છે. આજે શારીરિક બાંધાને મજબુત બનાવવાનો પ્રયત્ન કરતા ઘણા યુવા વર્ગ GYMમાં પરસેવો પાડતા જોવા મળે છે. જો તમે પણ વર્કઆઉટ કરવા GYMમાં જાઓ છો તો આ કાળજી લેવી આવશ્યક બને છે.




શરીરનાં આકર્ષક દેખાવ માટે ઘણા લોકો કલાકો સુધી GYMમાં પરસેવો પાડે છે. પરંતુ શું તમે જાણો છો કે GYMમાં કલાકો સુધી વર્કઆઉટ કરવુ પણ જોખમી સાબિત થઇ શકે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે, જરૂરતથી વધુ કસરત કરવી તમારી હેલ્થ માટે હાનિકારક થઇ શકે છે. આ ઠીક તેના જેવુ છે કે દવાઓનું જરૂરતથી વધુ સેવન કરવું. ઘણીવાર વધુ પડતી કસરત કરવાથી તમને ચક્કર પણ આવી શકે છે. આ ત્યારે થાય છે, જ્યારે શરીરમાં પાણીની કમી હોય.

GYMમાં કસરતને પ્રમાણસર કરવી જરૂરી છે. જો તમે ખોટા સમયે વ્યાયામ કરો છો કે પછી તમારા શરીરને હાર્ડ એક્સસાઇઝ તરફ ધકેલો છો ત્યારે હ્રદયની ગતિ વધી શકે છે, જે તમારા હ્રદય માટે જોખમકારી છે. ઘણીવાર તમે GYMની શરૂઆત કરો છો તેના બીજા દિવસે તમારા શરીરનાં મસલ્સ દુખવા લાગે છે. ઘણીવાર તેનું કારણ તમારા દ્વારા કરવામાં આવતી વધુ કસરત હોય છે. જો તમે નિયમિત GYMમાં જાઓ છો તો GYM ટ્રેનરનાં કહેવા અનુસાર કસરત કરો.