loader

Breaking News


Home > Health > શું તમારી આંખોની રોશની કમજોર થઇ રહી છે, તો અપનાવો આ નુસ્ખો


Foto

શું તમારી આંખોની રોશની કમજોર થઇ રહી છે, તો અપનાવો આ નુસ્ખો

April 4, 2018, 5:56 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આંખોની રોશની કમજોર થઇ જવી તે આજે સામાન્ય વાત બની ગઇ છે. પહેલાનાં સમયમાં તમે ક્યારે પણ કોઇ નાના બાળકને ચશ્માં આવ્યા હોય તેવુ નહી સાંભળ્યુ હોય પણ આજે તે જાણે સામાન્ય વાત બની ગઇ છે. આંખોનાં બગડવા પાછળ સૌથી વધુ મોબાઇલ અને કોમ્પ્યુટર સ્ક્રીન જવાબદાર છે. આજનાં સ્માર્ટફોનનાં જમાનામાં નાના બાળકોને પણ તેની લત લાગી જાય છે. આ આદત સમય જતા તમારી આંખોને ઘણું નુકસાન કરી શકે છે. આ નુકસાનથી બચવા તમારે તમારા ખાવા-પીવામાં ધ્યાન આપવાની જરૂર છે. ખાણી-પીણીમાં ધ્યાન આપવાથી વધતી સમસ્યાને રોકી જરૂર શકાય છે. સાથે લીલા ઘાસમાં મોર્નિંગ વૉક કરવાથી પણ આંખોને ઠંડક મળી રહે છે.




આજનાં ભાગદૌડભર્યા જીવનમાં આંખોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. કારણ કે આંખ છે તો દુનિયા સુંદર છે નહિ તો સમગ્ર દુનિયા અંધારપટ છે. આંખોની રોશનીને કમજોર થતા અટકાવવા લીલા શાકભાજી ખાવાની આદત રાખવી જોઇએ, બની શકે તો બહારનું ખાવાનું ટાળવું જોઇએ. લીલા પત્તાવાળી શાકભાજી ખાવી જોઇએ, તેમા આયરનની ભરપૂર માત્રા હોય છે, જે તમારી આંખો માટે ફાયદાકારક છે. ફાસ્ટફૂડ અને વધુ પડતા તેલવાળું ખાવાનું ટાળવું જોઇએ. નિયમિત ફ્રૂટ ખાવાથી આંખને સુરક્ષા મળી શકે છે. જો તમે ઇંડા ખાવો છો તો તે તમારી આંખ માટે ગુણકારી સાબિત થઇ શકે છે. ઇંડામાં અમીનો એસિડ, સલ્ફર, લ્યુટિન, લૈક્ટિન, વિટામિન બી2 હોય છે. આ સાથે તમે લીલા ઘાસ પર મોર્નિંગ વૉક કરીને પણ આંખોને ઠંડક આપી શકો છો. લીલા ઘાસમાં ખુલ્લા પગે ચાલવાથી પગનાં તળિયાને ઠંડક મળે છે જે તમારી આંખો માટે પણ તેટલા જ ફાયદાકારક છે.