loader

Breaking News


Home > National > "ટ્રોલ્સ એન્ડ ટ્રૉગ્લોઇડ્સને અવગણો": રાહુલ ગાંધીને શશી થરૂરની સલાહ


Foto

"ટ્રોલ્સ એન્ડ ટ્રૉગ્લોઇડ્સને અવગણો": રાહુલ ગાંધીને શશી થરૂરની સલાહ

May 7, 2018, 1:09 p.m.
      Whatsapp   

માનવમિત્ર,નવી દિલ્હી:રાહુલ ગાંધી આજ કાલ તેમનાં ટ્વિટર અકાઉન્ટ પર ખુબ જ સક્રિય દેખાઈ રહ્યાં છે,દરેક મુદ્દે તેઓ ધડાધડ ટ્વિટ કરતાં જોવાં મળે છે. તેમની આ સેન્સઓફ હુમનને કારણે લોકો હવે તેમને ગંભીરતાંપૂર્વક લઇ રહ્યાં છે,જે ભાજપ માટે એક ખરાબ સંકેત દેખાઈ છે. તેમનાં આ અભિગમને કારણે તેમનાં પક્ષનાં નેતાં શશી થરૂરે તેમની પ્રશંસા કરી અને તેમને સલાહ પણ આપી કે “તમે સતત ટ્વિટ કરતાં રહો અને ટ્રોલ્રો તેમજ ટ્રોગ્લોઇડસને તેમને એવાં જુનવાણી વિચારવાળાને અવગણતા રહો.”

પોતાનાં નોલેજ અંદાજમાં શશી થરૂરે વધુ એક અંગ્રેજી શબ્દનો પ્રયોગ રાહુલ ગાંધી માટે કર્યો.તેમણે ટ્વિટર ઉપર "ટ્રૉગ્લોઇડ્સ" નામનાં શબ્દનો પ્રયોગ કર્યો. આ શબ્દનો અર્થ "જુનવાણી વિચાર ધરાવતાં લોકો" એવો થાય છે.હાલમાં જ શશી થરૂર ટ્વિટર પર સૌથી વધુ ફોલોઓર ધરાવતાં કોંગ્રેસનાં નેતાં તરીકે ઉભરી આવ્યાં છે.

તેમણે રાહુલ ગાંધી વિષે કહ્યું કે તેમની મેચ્યોરીટી, સેન્સઓફ હુમન, હાજર જવાબીપણું જેવી બાબતો તેમનામાં દેખાઈ રહ્યું છે જે તેમની રાજકીય સક્રિયતા બતાવે છે.ઉપરાંત તેઓમાં ભારતને વધુ આકર્ષક બનાવવાની તેમની પહેલ પણ આંખે ઉડીને વળગે છે.

૨૦૧૯ની લોકસભાની ચુંટણી મુદ્દે તેમણે કહ્યું કે “સોશિયલ મીડિયા આ ચુંટણીમાં ગેમ ચેન્જર બની રહેશે".કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયામાં દરેક મુદ્દે ભાજપ પાસે જવાબ માંગવામાં આવી રહ્યો છે. પાર્ટી દરેક રીતે ભાજપને તેની જ ભાષામાં જ તેમને જવાબ આપી રહી છે.

આ ઉપરાંત ભાજપનીs સરખામણીમાં કોંગેસનાં નેતાઓની ટ્વીટ વધુ આકર્ષક અને વધુ દયાનાકર્ષક હોય છે.અત્યારે તો ભાજપ પણ કોંગ્રેસ પાસેથી ટ્વીટ શીખવાનો પ્રયાસ કરી રહી છે.જોકે ભાજપની જેમ કોંગેસે પણ પોતનાં ગુણગાન ગાવાની જરૂર નથી.