loader

Breaking News


Home > Sports > IJPL T20 બાબતે બીસીસીઆઇએ ખેલાડીઓને આપી ચેતવણી


Foto

IJPL T20 બાબતે બીસીસીઆઇએ ખેલાડીઓને આપી ચેતવણી

Oct. 9, 2017, 8:07 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બીસીસીઆઇએ ખેલાડીઓને એવા ટુર્નામેંટમાં નહી રમવાની ચેતવણી આપી છે જેની તેને માન્યતા પ્રાપ્ત નથી. બીસીસીઆઇએ સોમવારે એક નિવેદનમાં કહ્યુ કે ઇંડિયન જૂનિયર પ્રિમીયર લીંગ (આઇજેપીએલ) અને જૂનિયર ઇંડિયન પ્લેયર લીંગ (જેઆઇપીએલ) જેવા જૂનિયર લીંગને તેની માન્યતા નથી અને આ રીતના ટુર્નામેંટમાં ભાગ લેનાર ખેલાડીઓના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે આઇજેપીએલ T20 ગયા મહિને 19 થી 29 સપ્ટેમ્બર સુધી દુબઇમાં રમાઇ હતી. બીસીસીઆઇએ તે પણ કહ્યુ કે ગૌતમ ગંભીર જેવા ખેલાડીએ પણ આઇજેપીએલ T20માંથી પોતાનુ સમર્થન પાછુ ખેચી લીધુ છે.બીસીસીઆઇએ કહ્યુ કે અમને જાણ મળી છે કે આઇજેપીએલ અને જેઆઇપીએલનાં નામથી ઘણી ટી20 મેચ, સીરીઝ, ટુર્નામેંટ આયોજુત કરવામાં આવી રહ્યા છે. તમને તે સૂચિત કરવામાં આવે છે કે આઇજેપીએલ અને જેઆઇપીએલનાં નામથી ચાલુ થનાર લીંગને બીસીસીઆઇ અને આઇપીએલ ના આયોજીત કરી રહી છે કે ના તે અમારી સાથે જોડાયેલ છે. અમે તેને માન્યતા આપી નથી.

તેમણે વધુમાં જણાવતા કહ્યુ કે, બીસીસીઆઇનાં કોઇ પણ ખેલડી જો આઇજેપીએલ અને જેઆઇપીએલ જેવી લીંગ મેચમાં અમારી સહેમતી વિના જોડાય છે તો તે બીસીસીઆઇનાં નિયમોનું ઉલ્લંઘન કહેવાશે. તેમણે કહ્યુ કે આ રીતની લીંગનો સમર્થન કરનાર ગૌતમ ગંભીર, ઋષિ ધવન અને પારસ ડોગરા જેવા ખેલાડીઓએ તેનાથી પોતાનુ નામ પાછુ ખેચી લીધુ છે.

હાર્દિક શાહ