loader

Breaking News


Home > Gujarat > ફોરેસ્ટ જમીનોમાં ગેરકાયદે કરોડોનો વેપલો, હપ્તારાજ કે મીલીભગત...?


Foto

ફોરેસ્ટ જમીનોમાં ગેરકાયદે કરોડોનો વેપલો, હપ્તારાજ કે મીલીભગત...?

Sept. 12, 2018, 2:44 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતનું કહેવાતું પાટનગરમાં તમામ નિયમો, હુકમો, ઠરાવો, આદેશો અહીંથી પ્રસિદ્ધ થતાં હોવા છતાં ગુજરાતનું કહેવાતું પાટનગર કેટલા આદેશનું પાલન કરે છે. અને સૌથી વધારે જંગલખાતાની જગ્યાઓમાં બેફામ જમીન માફીયાઓએ કરોડોનો વેપલો આદરી દીધો હોય તેમ હર ભૂમી બાલ ગોપાલકી, પાટનગરની મોટાભાગની જમીન જંગલખાતા ના નેજા હેઠળ છે અને કીમ એવી તમામ મુખઅય માર્ગ ઉપર આવેલી જમીનો ઘણી માર્ગ મકાન અને શહેરી વિકાસ પાસે રહેલી છે. ત્યારે ઘ, ચ. અને ગાંદીનગરતી એસ.જી. હાઈવે અને અમદાવાદથી ગાંધીનગરના તમામ માર્ગો ઉપર વૃક્ષો વાવેલા અને જે તારની બાઉન્ડ્રી બનાવવામાં આવી છે તે તેમામ જગ્યાઓ જંગલ ખાતાના નેજા હેઠળ આવેલી છે.

આ શહેરમાં કોઈ રણીધણી ન હોય તેમ ભૂમાફીયાએ કબજા જમાવીને કરોડો રૂપિયાની જમીનોમાં કરોડોના ધંધાઓ કરીને વેપલો શરૂ કરી દીધો છે ત્યારે જંગલ ખાતાના નિયમો, કાયદાઓની કોઈ ડ ડર વગર ભૂમાફીયાઓ સક્રિય થઈ ગયા છે. ગુજરાતના કહેવાતાં પાટનગરમાંના ગુડા પ્રભાવિત વિસ્તારોમાં જ્યાં જંગલખાતાની જગ્યા આવેલી છ ેત્યારે બેરોકટોક મોટા વાહનો અને પોર વ્હીલર ના લેવેચના દલાલોએ કબજા જમાવીને જંગલ ખાતાની મોટા ભાગની જમીનો પર ધંધાઓ શરૂ કરી દીધા છે. મહામુલી કરોડો નહીં પણ અબજાની જમીનો ઉપર ભૂમાફિયાએ નજર ફેરવીને આજે મોટા ભાગની જમીનોમાં પા‹કગ, ગાડી લે-વેચની દલાલી, હોટેલો જેવા ઢાબા, નાસ્તાની લારીઓ થઈ લઈને અનેક પ્રવૃત્તિઓ ફુલીફાલી છે. જેમાં જંગલખાતાની જગ્યમાં દર વર્ષે કરોડો રૂપિયા ગ્રાન્ટ સરકાર વૃક્ષો વાવવા અને વૃક્ષોના જમીન માટે વાપસી હોય છે. ત્યારે દરેક જગ્યાએ વૃક્ષોને નુકશાન ન થાય તે માટે દર વર્ષે કરોડોની ગ્રાન્ટ ફક્ટ ફેન્સીંગના તાર બાંધવામાં વપરાય છે અને બીજા વૃક્ષોને નુકશાન ન થાય તે માટે પીંજરા બનાવવામાં ાવે છે. ત્યારે વૃક્ષોના જતન માટે જંગલ ખાતાએ બનાવેલી આ ફેન્સીંગ તારની વાડને તોડીને ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર વેપલો કરતાં ફોરવ્હીલના દલાલોએ કબજા જમાવી દીધો છે.

સરકારની અને જંગલખાતાની મહામુલી આ જમીનમાં અનૈતિક પ્રવૃત્તિઓથી લઈને કરોડોના ધંધાથીઓએ વેપલા શરૂ કરી દીધા છતાં ફોરેસ્ટ ખાતાના અધિકારીઓનું પાણી હલતું નથઈ સરકારની અને ફોરેસ્ટ ખાતાની જમીનના નિયમો અને કાયદાઓ એટલે કડક છે કે ગ્રાડ ઉપર ખીલી પણ મારવામાં આવે તો ગુનો લાગે છે. ત્યારે ંગલખાતાના નનેજા હેઠળ આવેલી અને વાવોલ વૃક્ષો પર બેફામ જાહેરખબરના પોસ્ટરો મારેલા છે અને મોટાભઆગની જમીનોમાં કાર લે વેચના દલાલોએ જમીનો સરૂ કરી લીધી છે. ત્યારે જાહેરમાં સેલના મોટા બોર્ડો મારેલા હોવા છતાં આ જગ્યા સામે તંત્ર કેમ બોદુ છે તે સવાલ છે તે સવાલ હવે પ્રજાજનો પણ કરી રહ્યા છે.

ફોરેસ્ટ ખાતાની જગ્યામાં કાંઈ પણ નવું કામ ારંભવું હોય કે રસ્તો નીકાળયો હોય તો પણ મંજુરી લેવી પડતી હોય છે. ત્યારે કાયદાની ઐસી કી તૈસી સમજવાવાળા ભૂમાફીયાઓને ફોરેસ્ટ કાયદાની કાંઈ સમજ નથી અથવા તો સેટીંગ ડોટકોમ કે હપ્તા ખોરી હોય તેવું લાગી રહ્યું છે. ગાંધીનગર જિલ્લામાં કુડાસણ પાસે એક દલાલ એક વીઘાથી પમ વધારે જમીન પર ફોર વ્હીલર ગાડીને લે વેચનો સરેઆમ ધંધો શરૂ કીર દીધો છે. જે પાંચ વર્ષથી જંગલ ખાતાની જગ્યામાં અડીંગો જમાવી દીધો છે. સે. ૨૧ ખાતે પણ ૧ વીઘાથી વધારે જમીન લે-વેચ કારચાલકોએ અડ્ડો જમાવી દીધો છે. ત્યારે જંગલખાતાની ફ્રેન્સીંગ તોડીને જંગલ ખાતાની જમીનમાં પ્રવેશ મેળવવા જંગલ ખાતાના અધિકારીઓની રહેમનજર હોય તો જ આ શક્ય છે. બાકી જંગલખાતાના નિયમો અને કાયદો એટલા કડક છે કે કોઈ ઝાડ ખીલી પણ ન મારી શકે ત્યારે જંગલખાતાનું હોય તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.