loader

Breaking News


Home > National > સોશિયલ મીડિયામાં ચમકાવામાં આવી રહી છે નેતાઓની છબી


Foto

સોશિયલ મીડિયામાં ચમકાવામાં આવી રહી છે નેતાઓની છબી

Oct. 5, 2018, 12:16 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દેશનાં ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તેવામાં નેતાઓની છબીને સુધારવા માટે સોશિયલ મીડિયામાં મેસેજનો રાફડો ફાંટી નિકળ્યો છે. આજે સોશિયલ મીડિયામાં ચુંટણીની મોસમ ચાલી રહી હોય તેમ લાગી રહ્યુ છે.



લોકો ગુડ મોર્નિંગની જગ્યાએ ચુંટણીનાં મેસેજો કરતા વધુ દેખાઇ રહ્યા છે. તે સિવાય કાર્યકરો પોતપોતાના નેતાની છબી સુધારવા અને તેમના દ્વારા ધર્મસ્થાનોની મુલાકાત લીધી દોય કે ત્યાં ઇષ્ટદેવની પુજા અર્ચના કે હવન કરતા હોય તેવા મેસેજનો મારો ચલાવી રહ્યા છે. જો કે આ બધુ લોકોનાં દિમાગમાં જાણી જોઇને નાખવામાં આવી રહ્યુ છે. એક પોસ્ટ સેન્ડ કરવામાં આવી હોય તેને અલગ અલગ ગ્રુપમાં મોકલવા માટે લોકો જાણે પહેલેથી જ તૈયાર બેઠા હોય તેવો માહોલ આજે દેખાઇ રહ્યો છે.

થોડા દિવસ પહેલા અમીત શાહે પોતાના ભાષણમાં જણાવ્યુ હતુ કે તેમની પાસે લાખોનું વોટ્સઅપ ગ્રુપ છે. કોઇપણ મેસેજ લોકો સુધી પહોચાડવો હોય તો તેમા જરા પણ સમય લાગે તેમ નથી. જો કે સોશિયલ મીડિયા આજે લોકોનું ધ્યાન ખેચવા માટેનું એક સરળ સાધન બની ગયુ છે. લોકો સવારે ઉઠીને પેપર નહી પરંતુ કયો મેસેજ આવ્યો અને કોણે તમારી પોસ્ટ પર કેટલી લાઇક કરી છે તે જોવુ વધારે પસંદ કરી રહ્યા છે. ઘણા લોકો તો કોઇ મેસેજ ગમે કે ન ગમે તેને વિચાર્યા વિના તેમના મિત્રોને સેન્ડ કરી રહ્યા છે. કોઇ કુતુહલ ખાતર જોવે છે તો કોઇ શું નવુ આવ્યુ તે જોવા. આજે કાર્યકર્તાઓ સોશિયલ મીડિયામાં નેતાઓની પ્રશંસાને વધુ વેગ આપી રહ્યા છે. કોઇ મેસેજ વાંચે કે ન વાંચે તેને તો એક જ કામ મેસેજ કરો જેટલા થઇ શકે. આ સોશિયલ મીડિયામાં ચીતરેલા ગુણો કેટલા સાંચા સાબિત થાય છે તે હવે જોવું રહ્યુ.