loader

Breaking News


Home > National > ક્રૂડ ઓઈલ અને MSP ની અસર, વ્યાજદરોમાં RBI નહી આપે રાહત


Foto

ક્રૂડ ઓઈલ અને MSP ની અસર, વ્યાજદરોમાં RBI નહી આપે રાહત

July 31, 2018, 12:31 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા મોનેટરી પોલિસી સમિતિની બેઠક સોમવારથી શરૂ થઈ ગઈ છે. જૂનની જેમ આ મીટિંગ ત્રણ દિવસ ચાલશે. જો કે, આ વખતે વ્યાજ દરોમાં કોઇ ફેરફારની કોઈ આશા નથી. નિષ્ણાતો જણાવે છે કે ક્રૂડ ઓઇલના વધતા ખર્ચ અને સરકાર વતી ખેડૂતો માટે લઘુતમ સપોર્ટ ભાવમાં વધારો આરબીઆઇના નિર્ણયને અસર કરશે.

આ ઉપરાંત નિષ્ણાતો માને છે કે બુધવારે આરબીઆઈ મોનેટરી પોલિસી કમિટી દ્વારા રેપોરેટમાં કોઈ ફેરફાર થવાની કોઈ સંભાવનાથી નથી. જૂન મહિનામાં મધ્યસ્થ બેન્કે રીપો રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો હતો. આ વધારા સાથે, રેપો રેટ 6.25 ટકા સુધી પહોંચી ગયો હતો.

વધતા ક્રૂડ ઓઇલના ભાવ અને એમએસપીના વધારાની જાહેરાત બાદ રિટેલ ફુગાવો 5 મહિનાના ઉચ્ચ સ્તર સુધી પહોંચ્યો. જુનમાં આ આવેલ ફુગાવાનાં વધારા પાછળ કાચા તેલની કિંમતોમાં થયેલ વધારો જવાબદાર હતો.