loader

Breaking News


Home > International > ચીની પેદાશો પરનો આયાતવેરો પચીસ ટકા કરીશ : ટ્રમ્પની ધમકી


Foto

ચીની પેદાશો પરનો આયાતવેરો પચીસ ટકા કરીશ : ટ્રમ્પની ધમકી

Nov. 30, 2018, 12:32 p.m.
      Whatsapp   

માનવમિત્ર, વૉશિંગ્ટન : આ અઠવાડિયે આર્જૅન્ટિનામાં યોજાનારી જી-૨૦ શિખર પરિષદ દરમિયાન ચીનનાં પ્રમુખ શી જિન્પિંગ સાથેની દ્વિપક્ષી વેપાર મંત્રણા નિષ્ફળ જશે તો ચીની બનાવટની વસ્તુઓ પરનો આયાતકર હાલનાં દસ ટકાથી વધારીને પચીસ ટકા કરવાની તેમ જ આયાત કરવામાં આવતી ચીનની અન્ય વસ્તુઓ પર પણ આયાતકર લાદવાની અમેરિકાનાં પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ધમકી આપી હતી.



જી-૨૦ શિખર પરિષદ દરમિયાન બંને નેતા દ્વિપક્ષી વેપાર અંગે ચર્ચા કરે તેવી શક્યતા છે. ટ્રમ્પે કહ્યુ હતું કે, જો બંને દેશ વચ્ચેની આ વાટાઘાટનું પરિણામ અમેરિકાની તરફેણમાં નહીં આવે તો ચીની બનાવટની જે વસ્તુઓ પર હાલ આયાતકર વસૂલવામાં નથી આવતો એ તમામ વસ્તુઓ પર પણ અમેરિકા આયાતકર લાદશે. આયાતકરમાં વધારાની અમેરિકાની યોજનાને હાલપૂરતી રોકવાની બીજિંગની વિનંતીને અમેરિકા માન્ય રાખે તેવી શક્યતા ખૂબ જ પાંખી હોવાનું તેમણે કહ્યુ હતું. જો બંને દેશ વચ્ચે સહમતી નહીં સધાય તો હાલનાં દસ ટકાનાં દરે અથવા પચીસ ટકાનાં દરે અમેરિકા ચીની બનાવટની વસ્તુઓ પર વધુ ૨૬૭ અબજ ડાલરનો આયાતકર લાદશે, એમ તેમણે દૈનિક સમાચારપત્રને આપેલી મુલાકાતમાં કહ્યુ હતુ.