loader

Breaking News


Home > Gujarat > હાર્દિક પટેલનાં ઉપવાસ પહેલાં બિનઅનામત વર્ગ માટે ગુજરાત સરકારે કરી મહત્વની જાહેરાત


Foto

હાર્દિક પટેલનાં ઉપવાસ પહેલાં બિનઅનામત વર્ગ માટે ગુજરાત સરકારે કરી મહત્વની જાહેરાત

Aug. 11, 2018, 11:33 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પાટીદાર નેતા હાર્દિક પટેલનાં આમરણ ઉપવાસ પહેલાં ગુજરાત સરકારે અનામતથી વંચિત આર્થિક રૂપથી નબળાં વર્ગ માટે ઉચ્ચ શિક્ષા અને સ્વરોજગાર માટે આર્થિક સહાયતાની ઘોષણા કરી છે. આ લાભ વાર્ષિક ત્રણ લાખ રૂપિયાવાળા લોકોને જ મળી શકશે. મુખ્યમંત્રી નિવાસે ઉચ્ચસ્તરીય બેઠક બાદ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે આ જાહેરાત કરી હતી.

ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગરમાં પત્રકારોને જણાવ્યું હતું કર ગુજરાતમાં બિનઅનામત શૈક્ષિણક અને આર્થિક નિગમનાં ગઠનની જાણકારી આપતાં જણાવ્યું હતું કે રાજ્યમાં ૫૮ જાતિઓ એવી છે જે બિનઅનામત વર્ગમાંથી આવે છે. આ વર્ગનાં વિદ્યાર્થીઓને દસમાં અને બારમાં ધોરણમાં વધુ ગુણ મેળવવા પર ઉચ્ચ શિક્ષણ માટે ૪ ટકા વ્યાજદર પર આર્થિક સહાયતા આપવામાં આવશે.

આ ઉપરાંત સરકારે યુપીએસસી અને જીપીએસસી તેમજ રેલ્વે ભરતી - બેંકની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે એક વર્ષમાં ૨૦ હજાર રૂપિયાની સહાયતાની જાહેરાત કરવામાં આવી છે.