loader

Breaking News


Home > National > સ્વતંત્રતા સંગ્રામમાં હતી કોંગ્રેસની મહત્વની ભૂમિકા : મોહન ભાગવત


Foto

સ્વતંત્રતા સંગ્રામમાં હતી કોંગ્રેસની મહત્વની ભૂમિકા : મોહન ભાગવત

Sept. 18, 2018, 10:51 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના ત્રણ દિવસીય મંથન શિબિર દિલ્હીમાં શરુ થઇ ગઈ છે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી ગણમાન્ય લોકો પહોંચ્યા છે. અહીં રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર સંઘ પ્રમુખ મોહન ભાગવત પોતના વિચારો રજુ કરશે.

આ કાર્યક્રમમાં નેતાઓ - અભિનેતાઓ પહોંચી રહ્યા છે. પીપી ચૌધરી, રામ માધવ, નરેન્દ્ર જાધવ, અમરસિંહ તેમજ એ. સૂર્યપ્રકાશ પહોંચ્યા છે. આ ઉપરાંત બૉલીવુડ હસ્તીઓમાં એક્ટર નવાજુદ્દીન સિદ્દીકી, ફિલ્મકાર મધુર ભંડારકર, અનું મલિક અને મનીષા કોઈરાલા પણ કાર્યક્રમમાં પહોંચ્યાં હતા./p>

કાર્યક્રમનો શુભારંભ કરતા સંઘ પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું હતું કે સંઘના કાર્યકર્તાઓ કોઈજાતના પ્રચાર વગર પોતાનું કામ કરે છે. વધુમાં ભાગવતે જણાવ્યું હતું કે કોંગ્રેસે દેશના સ્વતંત્રતા સંગ્રામમાં મોટો રોલ નિભાવ્યો હતો અને ભારતને ઘણા મહાન વ્યક્તિઓ આપ્યા છે. સંઘ જે કંઈપણ કરે છે તે ખાસ અને તુલનાથી ઉપર હોય છે કેમ કે સંઘની પોતાની એક વિશિષ્ટ ઓળખ છે અને આ લોકો વચ્ચે પ્રખ્યાત થયું છે.