loader

Breaking News


Home > National > વરસાદમાં મુંબઈ બેહાલ જનજીવન ઠપ


Foto

વરસાદમાં મુંબઈ બેહાલ જનજીવન ઠપ

July 4, 2018, 2:45 p.m.
      Whatsapp   

માનવમિત્ર,મુંબઈ:મુંબઈમાં સતત બે દિવસથી વરસી રહેલાં વરસાદને કારણે આખું શહેર જળબંબાકાર બની ગયું હતું. આ દરમિયાન સવારે 7.30 વાગ્યે અંધેરી રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ નંબર 8 અને 9નો પુલ તૂટી પડતાં છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં.આ કારણે મુંબઈગરોએ આજથી સાડા આઠ વર્ષ પહેલાંની થાણે નજીક કોપારી રેલવે ફ્લાઈ ઓવર બ્રિજની દુર્ઘટનાની યાદ તાજી થઇ હતી.એ દુર્ઘટનામાં એક મોટરમેન સહીત બે જણનાં મૃત્યું થયાં હતાં અને 11 મુસાફરો જખ્મી થયાં હતાં.રેલવે પ્રધાન પિયુષ ગોયલે ઘટનાસ્થળની મુલાકાત લઈને તમામ 445 બ્રિજનું ઓડિટ કરશે એમ જણાવ્યું હતું અને આ દુર્ઘટનાનો સંપૂર્ણ અહેવાલ તેમણે 15 દિવસમાં માંગ્યો છે.

સતત વરસતાં વરસાદને કારણે મુંબઈની જીવાદોરી સમાન ટ્રેન સેવા ખોરવાઈ હતી જેનાં કારણે લોકો ને ભારે હાલાકી વેઠવી પડી હતી.ગમે તેવી કપરી સ્થિતિમાં લોકોનાં ઘરે ડબ્બા સર્વિસ કરતાં મુંબઈનાં ડબ્બાવાળા પણ આ વરસાદમાં ટિફિનો ના પહોંચાડી શક્યાં.

મોટરમેન બન્યો હીરો, પાંચ લાખનું ઇનામ જાહેર:

ઇમર્જન્સી બ્રેક દ્વારા સેંકડો લોકોનાં જીવ બચાવનાર સતર્ક મોટરમેન ચંદ્રશેખર સાવંતને રેલવે તરફથી પાંચ લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે સવારે 7.30 વાગ્યે લોકલ ટ્રેન પુલની નજીક પહોંચી ત્યારે પુલનો હિસ્સો તૂટી પડતો જોઈને ઇમર્જન્સી બ્રેક દ્વારા લોકલ ટ્રેન ઉભી રાખીને સેંકડો પ્રવાસીઓનાં જીવ બચાવ્યાં હતાં.