loader

Breaking News


Home > National > સતત ચોથા દિવસે પેટ્રોલ, ડીઝલની કિંમતમાં વધારો


Foto

સતત ચોથા દિવસે પેટ્રોલ, ડીઝલની કિંમતમાં વધારો

Sept. 10, 2018, 4:54 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે સતત ચોથા દિવસે પણ વધારો ઝીંકવામાં આવ્યો હતો. તીવ્ર મોંઘવારીના કારણે સામાન્ય લોકો ખુબ પરેશાન છે અને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો ભાવ વધારાની સામે મેદાનમાં હોવા છતાં આની કોઇ અસર દેખાઇ રહી નથી. આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો ઝીંકવામાં આવ્યો હતો. આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત વધીને ૮૦.૭૩ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ હતી. જ્યારે ડીઝલની કિંમત ૭૨.૮૩ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ હતી.

કોલકત્તામાં પેટ્રોલની કિંમત ૮૩.૭૧ સુધી પહોંચી ગઇ હતી. મુંબઇમાં ૮૮.૧૨ સુધી અને ચેન્નાઇમાં ૮૩.૯૧ સુધી પહોંચી ગઇ હતી. આવી જ રીતે કોલકત્તા, મુંબઇ અને ચેન્નાઇમાં ડીઝલની કિંમત ક્રમશ ૭૫.૬૮, ૭૭.૩૨ અને ૭૬.૯૮ સુધી પહોંચી ગઇ હતી. પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવની સામે રાષ્ટ્રવ્યાપી નવી ચર્ચા છેડાઇ ગઇ છે. ચર્ચાના કેન્દ્રમાં મોદી સરકાર રહેલી છે. પેટ્રોલ અને ડીઝલ ઉપર કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટી લાગૂ કરે છે જ્યારે રાજ્ય સરકારો વેટ અને અન્ય સેસ લાગૂ કરે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો નવી ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે ત્યારે સરકારે પેટ્રોલ અને ડીઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં કાપ મુકવા માટે કોઇ સંકેત આપ્યો નથી. વર્તમાનમાં પેટ્રોલ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં લેવીનો આંકડો ૧૯.૪૮ રૂપિયા પ્રતિલીટર છે જ્યારે ડીઝલ ઉપર લેવીનો આંકડો પ્રતિલીટર ૧૫.૩૩નો રહ્યો છે. મુંબઈમાં પેટ્રોલ ઉપર સૌથી હાઈએસ્ટ વેટ છે. વેટનો આંકડો ૩૯.૧૨ ટકાનો રહેલો છે.